Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

લોકરક્ષકદળ પેપર લીકકાંડનો કથિત સૂત્રધાર યશપાલ સોલંકી ઝડપાયો

લોકરક્ષકદળ પેપર લીકકાંડનો કથિત સૂત્રધાર યશપાલ સોલંકી ઝડપાયો
, ગુરુવાર, 6 ડિસેમ્બર 2018 (14:33 IST)
પોલીસની લોકરક્ષકદળની ભરતી પરીક્ષાનું પેપર લીક થવાની ચકચારી ઘટનામાં મુખ્ય સૂત્રધાર યશપાલ સોલંકી (ઠાકોર)ની એટીએસએ મોડી રાતે મહીસાગરના વીરપુર ખાતે આવેલ લીંબ‌િડયા રોડ પરથી ધરપકડ કરી છે.
એટીએસની ટીમે યશપાલની ધરપકડ કરીને તેની કસ્ટડી ગાંધીનગર પોલીસને સોંપી છે ત્યારે હવે આ ચકચારી કિસ્સામાં વધુ લોકોની સંડોવણી સામે આવે તેવી શક્યતા છે. યશપાલ દિલ્હીના માસ્ટરમાઇન્ડ સાથે મળીને આ કાંડ આચર્યું છે તો બીજી તરફ યશપાલ બાદ નિલેશની પણ શોધખોળ શરૂ કરી છે. બન્ને જણાએ ભેગા મળીને ર૦ થી ૩૦ ઉમેદવારોને દિલ્હી લઇ ગયા હતા.
ગુજરાત પોલીસ ભરતી અંતર્ગત લોકરક્ષકદળની પરીક્ષાનું પેપર લીક થઈ જતાં પરીક્ષા રદ કરવામાં આવી હતી. પરીક્ષા રદ થતાંની સાથે ૯ લાખ જેટલા ઉમેદવારોની આશા પર પાણી ફરી વળ્યું હતું. પેપર લીક થવાના મામલે ગુજરાતની તમામ સુરક્ષા એજન્સીએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો અને ઘટનાના મૂળ સુધી પહોંચવા માટે કેટલાક લોકોની પૂછપરછ કરવામાં આવી હતી.
હાલ કાંડના માસ્ટરમાઇન્ડ ગણાતા યશપાલ સોલંકીની એટીએસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. ગાંધીનગર વાયલેસ પીએસઆઇ પી.વી.પટેલ, બનાસકાંઠાના એદ્રાણાનો અને ભાજપનો કાર્યકર મુકેશ ચૌધરી, બાયડના ભાજપના કાર્યકર મનહર પટેલ અને ગાંધીનગરમાં આવેલી શ્રીરામ હોસ્ટેલની રેક્ટર અને પરીક્ષાની ઉમેદવાર રૂપલ શર્માની પોલીસ પહેલાં ધરપકડ કરી હતી.
તમામની પૂછપરછમાં મનહર પટેલે યશપાલ પાસેથી વડોદરા એરપોર્ટ પરથી આન્સર કી ખરીદી હતી. યશંવત દિલ્હીમાં તેના કોન્ટેક્ટથી આન્સર કી ખરીદીને લાવ્યો હતો. સમગ્ર કાંડ સામે આવતાં યશપાલ અંડરગ્રાઉન્ડ થઇ ગયો હતો. તેની ધરપકડ કરવા માટે રાજ્યની પોલીસ તેમજ સુરક્ષા એજન્સીઓએ અલગ અલગ રીતે મહેનત કરી હતી. ગઇ કાલે મહીસાગરના વીરપુરથી યશપાલની ધરપકડ કરાઈ છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

લોકરક્ષક દળની ભરતીના પેપર કૌભાંડમાં રાજકીય નેતાઓને કોણ બચાવી રહ્યું છે