Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગુજરાત સરકારે લોકરક્ષક ભરતી પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર કર્યો, જાણો શું છે નવા નિયમો

bharti exam
, બુધવાર, 7 ફેબ્રુઆરી 2024 (18:58 IST)
- ભરતી પરીક્ષામાં ફેરફાર કરવામાં આવ્યો છે.
- સીધી ભરતીની પરીક્ષા પધ્ધતિમાં મહત્વપૂર્ણ ફેરફાર
-શારીરિક કસોટી લેવામાં આવતી હતી તેમાં દોડના ગુણ 
 
ગુજરાતમાં લોકરક્ષક ભરતી પરીક્ષામાં ફેરફાર કરવામાં આવ્યો છે. સ્પર્ધાત્મક પરિક્ષાની તૈયારી કરતા રાજ્યના યુવાનો માટે રાજ્ય સરકારે લોકરક્ષકના વિવિધ સંવર્ગોની સંયુક્ત સીધી ભરતીની પરીક્ષા પધ્ધતિમાં મહત્વપૂર્ણ ફેરફાર કર્યા છે, જે અંતર્ગત અગાઉ લોકરક્ષકની ભરતીમાં શારીરિક કસોટી લેવામાં આવતી હતી તેમાં દોડના ગુણ આપવામાં આવતા હતા. જેના બદલે હવે દોડ ફક્ત નિયત સમયમાં પાસ કરવાની રહેશે તેના કોઈ ગુણ રહેશે નહિ.
 
૨૦૦ ગુણનું 3 કલાકનું એક જ પેપર લેવામાં આવશે
પહેલા શારીરિક કસોટીમાં ઉમેદવારોના વજનને પણ ધ્યાને લેવામાં આવતું હતું જે હવે રદ્દ કરવામાં આવ્યુ છે. આમ શારીરિક કસોટી હવે ફક્ત ક્વોલીફાઇંગ રહેરો તેના કોઈ ગુણ આપવાના રહેશે નહિ અને શારીરિક કસોટીમાં ઉત્તીર્ણ થયેલ તમામ ઉમેદવારો ત્યારબાદની OBJECTIVE MCQ TESTમાં ભાગ લઈ શકશે. અગાઉ શારીરિક કસોટીમાં ઉત્તીર્ણ થયેલા ઉમેદવારોની બે કલાકની અને ૧૦૦ ગુણની MCQ TEST લેવામાં આવતી હતી. તેના બદલે હવે ૨૦૦ ગુણનું 3 કલાકનું OBJECTIVE MCQ TESTનું એક જ પેપર લેવામાં આવશે. 
 
પેપર ભાગ-A અને ભાગ-B એમ બે ભાગમાં રહેશે
આ પેપર ભાગ-A અને ભાગ-B એમ બે ભાગમાં રહેશે અને દરેક ભાગમાં પાસ થવા માટે ઓછામાં ઓછા ૪૦ ટકા ગુણ ફરજિયાત લાવાના રહેશે. જુના પરીક્ષા નિયમોના વિષયો પૈકી સાયકોલોજી, સોશ્યોલોજી, આઈ.પી.સી., સી.આર.પી.સી.. એવીડન્સ એક્ટ જેવા વિષયો રદ્ કરીને નીચે મુજબના મુખ્ય વિષયો રાખવામાં આવ્યા છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Valentine Day- અહીં નથી ઉજવતો વેલેન્ટાઈન ડે, આ ચાર દેશોમાં બેન છે