Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

રથયાત્રાની તડામાર તૈયારીઓ, ગુજરાતમાં આઈબીનું એલર્ટ, અમદાવાદમાં પોલીસની તૈયારી પુરજોશમાં

રથયાત્રાની તડામાર તૈયારીઓ, ગુજરાતમાં આઈબીનું એલર્ટ, અમદાવાદમાં પોલીસની તૈયારી પુરજોશમાં
, મંગળવાર, 28 મે 2019 (13:25 IST)
અમદાવાદમાં ભગવાન જગન્નાથની રથયાત્રાને લઈને પોલીસે પુરજોશમાં તૈયારીઓ હાથ ઘરી છે. તેની સાથે સાથે ત્રાસવાદી હૂમલાઓ મુદ્દે ગુજરાતમાં આઈબી દ્વારા એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે. પ્રાપ્ત વિગતો પ્રમાણે આ વખતની રથયાત્રામાં પોલીસ કમિશનરે રથયાત્રાની તૈયારીઓ કરવા માટે આદેશ આપતાની સાથે જ પોલીસે બંદોબસ્તની સ્કિમો સહિતની તૈયારી કરી લીધી છે. સંવેદનશીલ વિસ્તારો, જરજરીત ઇમારતો અને ચોક્કસ પોઇન્ટ તૈયાર કરી દેવામાં આવ્યા છે. પોલીસે ફુડ પેટ્રોલીંગ રસ્તામાં આવતા સીસીટીવી કેમેરા સહિત સંવેદનશીલ પોઇન્ટ પર પણ કેમેરા લગાવવાની તૈયારી કરી લીધી છે. આમ રથયાત્રાની એક મહિના પહેલા જ તડામાર તૈયારીઓ પોલીસે હાથ ધરી લીધી છે.
અમદાવાદ શહેર પોલીસ ભગવાન જગન્નાથની રથયાત્રા માટે કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે માટે જીપીએસ તથા એસએમએસ અને મોબાઇલ કમાન્ડ એન્ડ કન્ટ્રોલ વ્હિકલના સંકલનથી લાઇવ ટ્રેકિંગ થાય તે માટેની સિસ્ટર પોલીસ ભાડે રાખવાની છે. પોલીસ કન્ટ્રોલ રુમ ખાતે રથયાત્રાનુ લાઇવ મોનીટરીંગ કરવા તેમજ મોબાઇળ કમાન્ડ એન્ડ કન્ટ્રોલ વ્હિકલ માટે શહેર પોલીસે ઇટેન્ડર બહાર પાડયું છે. મહત્વની વાત તો એ છે કે, પોલીસ દર વર્ષે આમ કોન્ટ્રાક્ટ આપી લાખો રુપિયાનુ એંધાણ કરે છે પરંતુ દર વર્ષે જરુર હોવા છતાં તેઓ આ સિસ્ટમ વસાવી લેતા નથી તે આધુનિક પોલીસ માટે ચર્ચાનો વિષય બન્યો છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગુજરાત સરકારના મંત્રીમંડળમાં ફેરફારો થવાની શક્યતાઃ અલ્પેશના ભાજપમાં જોડાવા અંગે પ્રશ્નાર્થ