Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

રથયાત્રા દરમિયાન કરફ્યું હોવાથી મુસાફરો અટવાયા, પોલીસની માનવતા મહેકી

રથયાત્રા દરમિયાન કરફ્યું હોવાથી મુસાફરો અટવાયા, પોલીસની માનવતા મહેકી
, સોમવાર, 12 જુલાઈ 2021 (11:43 IST)
આજે અષાઢી બીજના નિમિત્તે શહેરમાં શરતોને આધીન રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રથયાત્રા દરમિયાન જાહેરનામું બહાર પાડીને કરફ્યું લાદવામાં આવ્યો હતો. 
 
કરફ્યું દરમિયાન બહાર ગામ જવા નિકળેલા અને બહારથી આવતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. કાલુપુર સ્ટેશનથી પહોંચવા માટે તેમને સામાન ઉપાડીને ચાલતા પહોંચવાનો વારો આવ્યો હતો. 
 
કાલુપુર રેલવે સ્ટેશન પર મુસાફરોની અવર જવર ચાલુ છે પરંતુ રથયાત્રાના કારણે કરફ્યું હોવાથી વાહન વ્યવહાર બંધ હોવાથી લોકોને મુશ્કેલી વેઠવાનો વારો આવોય હતો. ત્યારે પોલીસ અમદાવાદ પોલીસે માનવતાનું ઉદાહરણ પુરૂ પાડ્યું હતું. રથયાત્રાના રૂટ પર નિકળેલા રાહદારીઓને વારે અમદાવાદ પોલીસ આવી હતી. સ્થાનિક પોલીસે પોલીસનાં વાહનોમાં પ્રવાસીઓને અન્ય સ્થાને લઈ જવામાં મદદ કરી, જેને કારણે અટવાયેલા મુસાફરોમાં આનંદ જોવા મળ્યો અને તેમણે ખુશી વ્યક્ત કરી હતી.
 
અત્રે ઉલ્લેખનીય છે કે આજે રથયાત્રા શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થઇ ગઇ છે. અત્યારે રથયાત્રા નિજમંદિરે પરત ફરી છે. અમદાવાદમાં ભગવાન જગન્નાથ સઘન પોલીસ-બંદોબસ્ત વચ્ચે નગરચર્યાએ નિકળ્યા હતા.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ભગવાન જગન્નાથજીની 144મી રથયાત્રા લાઈવ - રથયાત્રા 4 કલાકમાં પુરી, નિજમંદિરે પરત આવી ગયા જગ્ગનાથ