Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ધોનીની પુત્રી માટે ધમકી આપનાર કિશોર રાંચી પોલીસને હવાલે, જુવેનાઇલ જસ્ટીસ એક્ટ હેઠળ કાર્યવાહી થશે

ધોનીની પુત્રી માટે ધમકી આપનાર કિશોર રાંચી પોલીસને હવાલે, જુવેનાઇલ જસ્ટીસ એક્ટ હેઠળ કાર્યવાહી થશે
, મંગળવાર, 13 ઑક્ટોબર 2020 (11:10 IST)
ક્રિકેટર મહેન્દ્ર સિંહ ધોનીની પુત્રી સાથે દુષ્કર્મ આચરવાની ધમકી આપવાના મામલે કચ્છથી એક કિશોરની ધરપકડ કરવામાં આવી છે. આરોપી 16 વર્ષનો છે અને તે 11મા ધોરણનો વિદ્યાર્થી છે. પશ્વિમ કચ્છ પોલીસે રવિવારે બપોરે તેને ગામમાંથી ઝડપી પાડ્યો હતો.  જેનો કબજો લેવા માટે રાચી પોલીસ મુંબઈ સુધી કારથી અને મુંબઇથીથી ભુજ આવવા માટે ફ્રલાઇટથી રવાના થઈ હતી.
 
જોકે આરોપીએ આ પહેલાં જ વિવાદિત કોમેન્ટ સોશિયલ મીડિયા પરથી ડિલીટ કરી દીધી હતી. 
 
પ્રાથમિક તપાસમાં આરોપી કચ્છનો હોવાનું સામે આવ્યું હતું. ધમકી આપનારો શખ્ય કચ્છના મુંદરાનો રહેવાસી નીકળતાં કચ્છ સહિત સમગ્ર ગુજરાતમાં ભારે ચકચાર મચી ગઇ હતી. ઈન્સ્ટાગ્રામ પર એક શખ્સ અત્યંત અભદ્ર ભાષામાં ધોનીની પાંચ - છ વર્ષની દીકરી ઝીવા ધોની સાથે જાતીય દુરાચાર આચરવાની કોમેન્ટ કરી હતી. 
 
જોકે બુધવારે ચેન્નઇ સુપર રાઇડર્સ વચ્ચે મુકાબલો યોજાયો હતો. ચેન્નઇ સુપર કિંગ્સની મેચ હાર્યા બાદ ધોની અને કેદાર જાદવની ટીકા થઇ હતી. ટોલર્સએ મર્યાદા હટાવી દીધી. આ દરમિયાન ધોનીની પુત્રી સાથે દુષ્કર્મ આચરવાની ધમકી આપનાર કોમેન્ટ કરી હતી. 
 
ધોનીના પરિવાર તરફથી પરવાનગી મળ્યા બાદ પોલીસે રાતૂ પોલીસમથકમાં કેસ દાખલ કરવામાં આવ્યો હતો. પછી રાંચી પોલીસની ટેક્નિકલની ટીમ આ કેસની તપાસમાં લાગી ગઇ છે અને તપાસમાં ગુજરાત આપી એડ્રેસ દ્વારા મેસેજ મોકલવાની વાત સામે આવી હતી. 
 
 
 
રાંચી પોલીસે કોમેન્ટ કરનાર કિશોર વિરૂદ્ધ ફોજદારી ફરિયાદ દાખલ કરી તપાસ શરૂ કરી હતી. પોલીસ તપાસમાં કોમેન્ટ કરનાર કિશોર મુંદ્રાના નાના કપાયાનો કિશોર હોવાનું સામે આવ્યું હતું. જેના પગલે  કચ્છ પોલીસ દ્વારા તેની અટકાયત કરવામાં આવી હતી. આજે રાંચી પોલીસને આ કિશોરનો હવાલો સોંપવામાં આવશે. જો કે આરોપી કિશોર હોવાના કારણે તેની વિરુદ્ધ જુવેનાઇલ જસ્ટીસ એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

છેવટે ક્યારે મળશે ગુડ ન્યુઝ ? Johnson & Johnson એ કોરોના વેક્સીનની ટ્રાયલ રોકી, જાણો કારણ