Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

IPL 2020: સીએસકેના ખરાબ પ્રદર્શનને લઈને ધોનીની પુત્રી જીવા માટે ગંદા કમેંટ્સ, ઈરફાન પઠાને કર્યુ આ ટ્વીટ

IPL 2020: સીએસકેના ખરાબ પ્રદર્શનને લઈને ધોનીની પુત્રી જીવા માટે ગંદા કમેંટ્સ, ઈરફાન પઠાને કર્યુ આ ટ્વીટ
, શનિવાર, 10 ઑક્ટોબર 2020 (11:04 IST)
ઈંડિયન પ્રીમિયર લીગ  (Indian Premier League) ના 13મી સીઝન  (IPL 2020)માં ચેન્નઈ સુપર કિંગ્સ  (CSK, Chennai Super Kings) એ હાલ સુધી 6 મેચ રમ્યા છે અને આ દરમિયાન ટીમને ચાર મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. મહેંદ્ર સિંહ ધોની  (MS Dhoni)ની કપ્તાનીવાળી સીએસકે ટીમને ગુરૂવારે કલકત્તા નાઈટ રાઈડર્સ (KKR, Kolkata Knight Riders) ના વિરુદ્ધ હારનો સામનો કરવો પડ્યો.  આ હાર પછી સોશિયલ મીડિયા પર ધોનીની પુત્રી જીવા (Ziva) ને લઈને કેટલાક યુઝર્સએ ગંદા કમેંટ્સ કર્યા. 
 
બે-ત્રણ યુઝર્સના ગંદા કમેંટ્સ વિરુદ્ધ દેશભરમાંથી ધોની અને જીવાના સપોર્ટમાં લોકો સામે આવ્યા છે. પૂર્વ ક્રિકેટર ઈરફાન પઠાને પણ ટ્વિટર દ્વારા આવા ટ્રોલર્સને આડે હાથ લીધા છે. તેમણે ટ્વિટર પર લખ્યુ, 'બધા ખેલાડી પોતાનુ બેસ્ટ આપે છે, અનેક વાર એવુ થાય છે કે આ કામ નથી કરતુ પણ આ કોઈને પણ અધિકાર નથી આપતુ કે તે તેમના બાળકોને ધમકી આપે. #mentality #respect, ઈરફાનના આ ટ્વીટ પર એક વ્યક્તિએ કમેંટમાં લખ્યુ, 'ઈંડિયા ખૂબ ખોટા ડાયરેક્શનમાં જઈ ચુક્યુ છે, દરેક બાજુ બસ નેગેટિવિટી જ નેગેટીવિટી છે. 
 
જેના પર ઈરફાને જવાબ આપ્યો, 'ઈંડિયા નહી લોકો. 
 
સીએસકેની ટીમ આઈપીએલ ઈતિહાસની સૌથી સફળ ટીમોમાંથી એક છે. ધોનીની કપ્તાનીમાં સીએસકે ત્રણ ખિતાબ જીત્યા છે.  ગયા વર્ષ ટીમ ફાઈનલ સુધી પહોંચી હતી, જ્યારે કે 2018માં ખિતાબ પોતાના નામે કર્યો હતો.  આ સીઝનમાં શરૂઆત સીએસકેએ મુંબઈ ઈંડિયંસ વિરુદ્ધ જીતથી શરૂ કરી હતી, પરંતુ ત્યારબાદથી ટીમે સતત ત્રણ મેચ ગુમાવી. કિંગ્સ ઈલેવન પંજાબ વિરુદ્ધ 10 વિકેટથી જીત્યા પછી સીએસકેએ અગાઉ મેચમાં કેકેઆર વિરુદ્ધ 10 રનથી હારનો સામનો કરવો પડ્યો. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગિરનાર રોપવેથી સૌરાષ્ટ્રમાં પર્યટનને મળશે પ્રોત્સાહન, શિખરે પહોંચવાનો સમય ઘટશે