શહેરના રામાપીર ચોકડી ઓવરબ્રીજ પાસે પરોઢિયે હીટ એન્ડ રનની ઘટના બની હતી. પૂરપાટ વેગે નીકળેલી મર્સીડીઝ કારે બાઇક સવાર મયુર તુલસીભાઈ તન્નાને હડફેટે લઇ તેનું મૃત્યુ નિપજાવ્યું હતું. રાત્રિનો સમય હોવાથી વાહનોની અવરજવર ઓછી હોવાથી કાર ચાલક કાર મૂકી ઘટના સ્થળેથી નાસી છૂટ્યો હતો. મર્સિડીઝ કારના ચાલક સામે ગાંધીગ્રામ પોલીસે ગુનો નોંધી શોધખોળ શરૂ કરી છે.
આ બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વહેલી સવારે એક યુવક રામાપીર ચોકડી બ્રીજ પરથી ઉતરી રહ્યો હતો.એ દરમિયાન પુરપાટ ઝડપે આવતી મર્સીડીઝ કારે અડફેટે લેતા આ યુવક ફૂટબોલની માફક ફંગોળાયો હતો. અને ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા તેનું સ્થળ પર કરુણ મોત નિપજ્યું હતું.ઘટનાને પગલે આસપાસના લોકો એકઠા થાય તે પહેલાં જ કાર ચાલક કાર ત્યાં જ રેઢી મૂકીને નાસી છૂટ્યો હતો. જોકે કારમાં એક યુવતી પણ સવાર હોવાની ચર્ચા લોકોમાં ચાલી રહી છે.
વહેલી સવારે બાઇક લઇ ઘરે આવતો હતો ત્યારે રામાપીર ચોકડી ઓવરબ્રીજ પાસે પાછળથી પૂરપાટ વેગે ધસી આવેલી મર્સિડીઝ કારે હડફેટે લેતાં બાઇક ઉપરથી ફૂટબોલની જેમ ફંગોળાયા બાદ માથામાં ગંભીર ઇજા થતાં સ્થળ પર જ મૃત્યુ નિપજ્યું હતું. જેના પગલે સ્થળ પર લોકો ભેગા થઇ ગયા હતા. જેમાંથી કોઇએ ૧૦૮ બોલાવતા તેના તબીબે મયુરને મૃત જાહેર કર્યો હતો.
જાણ થતા ગાંધીગ્રામ પોલીસ પણ સ્થળ પર પહોંચી હતી. ઓળખ મેળવી મયુરના નાનાભાઈ હાર્દિકને કોલ કરી બોલાવ્યો હતો. ત્યારબાદ હાર્દિકની ફરિયાદના આધારે મર્સિડીઝના ચાલક સામે ગુનો નોંધ્યો હતો