Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

અકસ્માતના શ્વાસ થંભાવી દેતા CCTV

rajkot accident
, મંગળવાર, 28 નવેમ્બર 2023 (14:22 IST)
rajkot accident

ગુજરાતમાં હાઈવે પર ઓવરસ્પીડમાં જતાં વાહનો દ્વારા હિટ એન્ડ રન જેવા અકસ્માતો વધુ પ્રમાણમાં સર્જાઈ રહ્યાં છે. રાજકોટ જામનગર હાઈવે પર વધુ એક અકસ્માતની ઘટના બની છે. ગઈકાલે મોડી રાત્રે રોંગ સાઈડમાં આવી રહેલા એક્ટિવા ચાલકને સ્કોર્પિયો કાર ચાલકે અડફેટે લીધો હતો. આ દરમિયાન એક્ટિવા ચાલકનું મૃત્યુ હતું જ્યારે પાછળ બેઠેલા યુવકને ગંભીર ઈજાઓ થતાં હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. આ ઘટનાના સીસીટીવી પણ સોશિયલ મીડિયામાં વાયુવેગે વાયરલ થઈ રહ્યાં છે.
પ્રાપ્ત વિગતો પ્રમાણે રાજકોટ-જામનગર હાઇવે પર ગઇકાલે મોડી રાત્રે ઘંટેશ્વરથી માધાપર જતી સ્કોર્પિયો કારની હડફેટે એક્ટિવા ચાલક આવતા તેનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું. જ્યારે અન્ય એક્ટિવા સવાર યુવકને ઇજા પહોંચતા સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. સ્કોર્પિયો કાર ઘંટેશ્વરથી માધાપર ચોક તરફ પસાર થઇ રહી હતી. બીજી તરફ આ જ સમયે ડબલ સવારી એક્ટિવાચાલકો રોંગ સાઈડમાં આવતા ધડાકાભેર કાર સાથે અથડાયા હતા. બંને એક્ટિવા ચાલકો મોબાઈલ ફોન લેવા માટે જઈ રહ્યાં હતાં. અકસ્માત બાદ સ્કોર્પિયો ચાલક તેની ગાડી સ્થળ પર મૂકી ફરાર થઈ ગયો હતો. આ ઘટનામાં ગાંધીગ્રામ પોલીસે ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.

 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

BSFની ટ્રેનિંગ પૂર્ણ કરીને વતન આવેલા જવાનનું હાર્ટઍટેકથી મૃત્યુ, અંતિમ યાત્રામાં હજારો લોકો જોડાયા