Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

પાટીદારોને તેમનો હક મળવો જોઈએ - રાજબબ્બર

પાટીદારોને તેમનો હક મળવો જોઈએ - રાજબબ્બર
, બુધવાર, 7 જૂન 2017 (16:17 IST)
મોદી સરકારના 3 વર્ષના શાસનની ઉજવણીના વિરોધમાં અભિનેતામાંથી કન્વર્ટ થઈને નેતા બનેલા કોંગ્રેસી રાજબબ્બરે સુરતની મુલાકાત લીધી હતી. તેમણે સરકારના ગેરવહિવટના આંકડા રજુ કર્યાં હતાં. કેન્દ્ર સરકાર પર પ્રહારો કરતાં રાજ બબ્બરે મોદી સરકાર દરેક મોરચે નિષ્ફળ રહી હોવાના આંકડા આપ્યાં હતાં. પાટીદાર સમાજ સંઘર્ષ કરતો હોય તેને તેમનો હક્ક હિસ્સો મળવો જોઈએ તેમ તેમણે જણાવ્યું હતું.

પીપલોદમાં યોજાયેલી પત્રકાર પરિષદમાં રાજ બબ્બરે જણાવ્યું હતું કે, દેશમાં રાજસ્થાન, એમપી, ઓડિશા, ગુજરાત સહિતના રાજ્યોમાં લોકોનો અવાજ દવાબી દેવાના પ્રયાસો વર્તમાન સરકાર દ્વારા કરવામાં આવી રહ્યાં છે.દેશનો દરેક નાગરિક મોદી સરકારના શાસનમાં આવ્યાં બાદ દુઃખી થઈ રહ્યો છે. તેમ છતાં હાલની સરકાર ઉજવણીમાં ઝુમી રહી છે. ત્યારે કોંગ્રેસ લોકો સમક્ષ સરકારની હકીકત રજૂ કરવા દેશમાં દરેક શહેરોમાં અભિયાન ચલાવી રહી છે. રાજ બબ્બેર મનમોહનસિંહની સરકાર અને વર્તમાનની મોદી સરકારના આંકડાઓ રજૂ કર્યા હતાં. અને આકરા પ્રહારો કરતાં જણાવ્યું હતું કે, શિક્ષણ, ઔદ્યોગિક, મહિલા સુરક્ષા, બેટી બચાવો, દલિતો પર થતાં અત્યાચારો, યુવાઓને રોજગારી દરેક મોરચે મોદી સરકાર સદંતર નિષ્ફળ નિવડી છે. વર્તમાન સરકાર માત્રને માત્ર બોલ બચ્ચનની સરકાર છે. નક્કર આયોજનો, નીતિના અભાવે યુવાનો પાસે રોજગારી નથી. બે કરોડ નોકરીઓ આપવાની જાહેરાતો કરનાર સરકાર અઢી લાખ લોકોને રોજગારી આપીને હાંફી ગઈ છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગુજરાત લાયન્સને મળી 1.5 કરોડનો ટેક્સ ભરવા માટે નોટિસ