Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગુજરાત લાયન્સને મળી 1.5 કરોડનો ટેક્સ ભરવા માટે નોટિસ

ગુજરાત લાયન્સને મળી 1.5 કરોડનો ટેક્સ ભરવા માટે નોટિસ
, બુધવાર, 7 જૂન 2017 (15:17 IST)
જિલ્લા તંત્રના અધિકારીઓ તરફથી IPLની ટીમ ગુજરાત લાયન્સના માલિકોને એન્ટરટેઈનમેન્ટ ટેક્સ તરીકે 1.5 કરોડ રુપિયા ચુકવવાની નોટિસ પાઠવવામાં આવી છે. આ નોટિસમાં ટીમના માલિકોને આ સિઝનની ટિકિટોના વેચાણની ડિટેલ્સ આપવાનું પણ કહેવામાં આવ્યું છે.તાજેતરમાં જ પૂરી થયેલી IPLની સિઝનમાં ગુજરાત લાયન્સની ટીમે ખંધેરી સ્ટેડિયમમાં પાંચ મેચ રમી હતી.  

ડિસ્ટ્રિક્ટ કલેક્ટર વિક્રાંત પાંડેએ કહ્યું કે, અમે થોડાક દિવસ પહેલા ટીમને નોટિસ મોકલી છે. અમે ટીમના માલિકોને ટિકિટોની ડીટેલ્સ આપવાનો અને એન્ટરટેઈનમેન્ટ ટેક્સ ભરવાનો આદેશ આપ્યો છે. ગુજરાત લાયન્સ ટીમનું હેડ ક્વૉર્ટર કાનપુરમાં છે. અમે ટીમના માલિકોને પાથલા વર્ષે રાજકોટમાં રમાયેલી પાંચ મેચોનો ટેક્સ ભરવાનો આદેશ આપ્યો છે.વિક્રાંત પાંડને જણાવ્યા અનુસાર, જો ટીમ ઑનર્સ અમારી નોટિસનો જવાબ નહીં આપે તો અમે બીજા વિકલ્પો પર કામ કરી રહ્યા છીએ. જિલ્લા અધિકારીઓના જણાવ્યા અનુસાર, ગુજરાત લાયન્સની ટીમે ગયા વર્ષે 1.5 કરોડ રુપિયા એન્ટરટેઈનેમેન્ટ ટેક્સ નથી ભર્યો.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

પાટીદાર યુવકને લઈ સરકારની સમીક્ષા બેઠક, નગરપાલિકા પર પત્થર ફેંકાયા, બસોના રૂટ બંધ કરાયા