Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

કલ્યાણપુરનાં મોટા આસોટામાં આભ ફાટયુ: 1 કલાકમાં 12 ઈંચ: વાહનો અને પશુઓ તણાયા

કલ્યાણપુરનાં મોટા આસોટામાં આભ ફાટયુ: 1 કલાકમાં 12 ઈંચ: વાહનો અને પશુઓ તણાયા
, શુક્રવાર, 6 સપ્ટેમ્બર 2019 (13:57 IST)
ક્લ્યાણપુર તાલુકામાં આજરોજ ચઢતા પહોરે મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતાં મોટા આસોટા ગામમાં ત્રણ કલાકમાં દશથી બાર ઈંચ મુશળધાર વરસાદ ખાબકતા ભારે ખાનાખરાબી સર્જાઈ હતી. એકાએક ત્રાટકેલા આ વરસાદના કારણે પુર જેવી પરિસ્થિતિનું નિર્માણ થતાં થોડો સમય આ ગામ વિખુટુ પડી ગયુ હતું.
આ અંગે સ્થાનિક રહીશોના જણાવ્યા મુજબ કલ્યાણપુર તાલુકાનાં મોટા આસોટા ગામે આજરોજ સવારે સાડા છએક વાગ્યાના અરસામાં વરસાદ શરૂ થયો હતો આ વરસાદે થોડી જ વારમાં રૌદ્ર સ્વરૂપે ધારણ કર્યું હતું. અને સતત એકાદ કલાક સુધી સાંબેલાધારે વરસાદ અવિરત વરસ્યો હતો. બાદમાં ભારે ઝાપટારૂપે પણ સવારે સાડા નવ વાગ્યા સુધી વરસાદ ચાલુ રહેતા આશરે ચૌદથી પંદર ઈંચ જેટલો વરસાદ વરસી ગયો હોવાનું ગામના સરપંચ નેભાભાઈ ચાવડાએ જણાવ્યું હતું. જયારે સરકારી ચોપડે આશરે 10 (212) મીમી વરસાદ નોંધાયો છે.

webdunia

ખૂબ જ ટુંકા ગાળામાં આ અતિભારે વરસાદ વરસતા ખેતરોનું ધોવાણ થઈ ગયુ હતું. આટલુ જ નહિં નાના-મોટા બંધ તથા પાળાઓ તૂટી ગયા હતા. ઉપરાંત મોટી સંખ્યામાં ગાય તથા ભેંસ વગેરે જેવા ઢોર-ઢાંખર તણાઈ ગયા હતા.ગામની આહીર સમાજની વાડીની દિવાલ ધરાશાયી થઈ ગઈ હતી. અને ઘરોમાં આશરે પાંચ ફૂટ સુધી પાણી ભરાઈ જતા ગ્રામજનો આ કુદરતી પ્રકોપથી ભારે હાલાકીમાં મુકાઈ ગયા હતા. આ ગામની નદીઓમાં પુર આવતા બે કાંઠે વહી હતી અને થોડો સમય વાહન વ્યવહાર પણ ખોરવાઈ ગયો હતો. જેના પગલે સરકારી અધિકારીઓને આ સ્થળે પહોંચવા ભારે હાલાકીનો સામનો, કરવો પડયો હતો. મામલતદાર તથા સ્ટાફ મોટા આસોટા ગામે દોડી ગયા હતા.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

નર્મદા ડેમ ભયજનક સપાટીએ, જાણો કયા ડેમ ઓવરફ્લો થતાં અનેક ગામો એલર્ટ પર રખાયાં