Biodata Maker

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગુજરાતમાં 5 થી 7 નવેમ્બરની વચ્ચે આંધી-તોફાન સાથે ભારે વરસાદની આગાહી

gujarat rain
, મંગળવાર, 4 નવેમ્બર 2025 (10:03 IST)
ગુજરાતમાં છેલ્લા એક અઠવાડિયાથી મોટા ભાગના જિલ્લામાં વરસાદ પડ્યો છે અને હજુ પણ વાદળછાયું વાતાવરણ છે. અરબી સમુદ્રમાં સર્જાયેલી ડિપ્રેશનની સ્થિતિના કારણે સૌરાષ્ટ્રથી લઈને દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ઘણી જગ્યાએ થોડો-ઘણો વરસાદ પડ્યો છે.   ભારતીય હવામાન વિભાગે 5 થી 7 નવેમ્બરની વચ્ચે ગુજરાતમાં આંધી-તોફાન સાથે ભારે વરસાદની આગાહી કરી છે. તે ઉપરાંત વીજળીનો પણ ખતરો છે. વીજળીના ખતરા પર હવામાન વિભાગે ખાસ અપડેટ આપ્યું છે.
 
હવામાન વિભાગે એવું પણ એલર્ટ આપ્યું છે કે 5 થી 7 નવેમ્બર સુધી ગુજરાતમાં વીજળી પડવાના યોગ છે. એટલે લોકોએ સાવધાની રાખવી. અમદાવાદ સહિત સુરત, રાજકોટ અને વડોદરામાં વીજળી પડવાની સંભાવના છે. અમદાવાદસ્થિત હવામાન વિભાગનું બુલેટિન કહે છે કે છેલ્લા ચોવીસ કલાકમાં સૌરાષ્ટ્રના પોરબંદર જિલ્લામાં છૂટાંછવાયાં સ્થળે ભારે વરસાદ પડ્યો છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રમાં પણ વરસાદ નોંધાયો છે.
 
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં દેવભૂમિ દ્વારકામાં 1.38 ઇંચ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત ભાવનગરમાં 0.87 ઇંચ, લાલપુર અને મોરબીમાં 0.79 ઇંચ, ભાવનગરના ઘોઘા અને મોરબીના માળિયા તથા હળવદમાં 0.71 ઇંચ વરસાદ પડ્યો છે. સોજિત્રા, ખેડબ્રહ્મા, કપરાડા, વાસો, ગરુડેશ્વર, શેહરા, કલ્યાણપુર, જામકંડોરણા, ધ્રાંગધ્રામાં પણ 0.20 ઇંચથી 0.63 ઇંચ સુધી વરસાદ પડ્યો છે.

ખાનગી હવામાન એજન્સી સ્કાયમેટના અહેવાલ પ્રમાણે ઉત્તર ભારતમાં સર્જાયેલ લો પ્રેશર એરિયા નબળો પડશે. તેવી જ રીતે અરબી સમુદ્રમાં લો પ્રેશર એરિયા પણ પોતાની નબળો પડવાની આગાહી છે.
 
ગુજરાત વિશે સ્કાયમેટ જણાવે છે કે કચ્છ, પોરબંદર, ભાવનગર, નવસારી, વલસાડ, અમરેલી, દ્વારકામાં બે દિવસ સુધી વરસાદ પડવાની શક્યતા છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

વિશ્વ વિજેતા મહિલા ટીમ પર ધનવર્ષા, BCCI અને ICCનાં કરોડો રૂપિયા પછી હવે મળશે હીરાના હાર