Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગોરખધંધાનો પર્દાફાશ: ટિકિટોનું બ્લેક માર્કેટિંગ કરનારા દલાલોની છેતરપિંડીનો થયો પર્દાફાશ

ગોરખધંધાનો પર્દાફાશ: ટિકિટોનું બ્લેક માર્કેટિંગ કરનારા દલાલોની છેતરપિંડીનો થયો પર્દાફાશ
, બુધવાર, 5 મે 2021 (07:46 IST)
પશ્ચિમ રેલ્વેના અમદાવાદ મંડળના વાણિજ્ય વિભાગના કર્મચારીઓ દ્વારા ટિકિટોનું બ્લેક માર્કેટિંગ કરનારા દલાલોની છેતરપિંડીનો પર્દાફાશ કરાયો હતો અને ટિકિટ ન હોવા બદલ મુસાફરો પાસેથી ટિકિટ ચેકીંગ કર્મચારીઓ દ્વારા દંડ વસૂલવામાં આવ્યો હતો. 
 
ગયા વર્ષે ઉત્તર પ્રદેશ અને બિહાર થી અમદાવાદ આવતી ટ્રેનો માં અમદાવાદ અને આજુબાજુના દલાલો દ્વારા તત્કાલ કોટા અને સિનિયર સિટીઝન કોટામાં રેલવે રિઝર્વેશન કાર્યાલયમાંથી ટિકિટ નીકાળીને ગેરકાયદેસર રીતે ઇ-ટિકિટમાં પરિવર્તિત કરીને વોટ્સએપના માધ્યમથી મુસાફરોને દૂરસ્થ સ્ટેશનો પર મોકલવામાં આવતા હતા. મુસાફરી દરમિયાન મુસાફરો પાસેથી અસલ ટિકિટ ન હોવા બદલ દંડ વસૂલવામાં આવ્યો હતો. અમદાવાદ મંડળ દ્વારા કુલ 604330/ - રાજસ્વ વસૂલ કરવામાં આવ્યું હતું. 
 
આ ગોરખધંધાનો પર્દાફાશ અમદાવાદ મંડળના વાણિજ્ય સ્ટાફ દ્વારા કરવામાં આવ્યો હતો. આ બ્લેક માર્કેટિંગ અંગેની માહિતી રેલ્વેના મુખ્યાલયને આપવામાં આવી હતી, પરિણામે સંબંધિત રેલ્વે દ્વારા અભિયાન હાથ ધરાયું હતું અને અનિયમિત મુસાફરો સામે કાર્યવાહી કરવામાં આવી હતી.
 
ટિકિટોનું બ્લેક માર્કેટિંગ કરતા દલાલો પાછલા વર્ષની જેમ ફરી સક્રિય થયા છે. આ વખતે અમદાવાદ ના દલાલોએ કલકત્તાના દલાલો સાથે મળીને તત્કાલ અને સિનિયર સિટીઝન કોટાની ટિકિટો કલકત્તા અને નજીકના સ્થાનોથી ટિકિટ નિકાળવામાં આવી રહી છે. વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક રવિન્દ્ર શ્રીવાસ્તવના માર્ગદર્શન હેઠળ અને સહાયક વાણિજ્ય પ્રબંધક અતુલ ત્રિપાઠીના નેતૃત્વ હેઠળ ટિકિટ ચેકિંગ કર્મચારીઓની ટીમ સઘન અભિયાન ચલાવી રહી છે. 
 
અમદાવાદથી મુસાફરો પાસે ટિકિટ ન હોવાને કારણે ટિકિટ ચેકિંગ કર્મચારીઓ દ્વારા દંડ વસૂલવામાં આવે છે. આ ટીમમાં વિનોદ વાણિયા, નીરજ મહેતા, શાજી ફિલિપ્સ, વી ડી બારોટ, શૈલ તિવારી અને નરેન્દ્રકુમાર Dy.CTI દ્વારા કાર્યવાહી કરીને તારીખ 01 મે ના રોજ 28 કેસ 28000 / રૂપિયા અને તારીખ 03 મે ના રોજ 24 કેસ 30000 / રૂપિયા રાજસ્વ વસૂલવામાં આવ્યા હતા. 
 
આ છેતરપિંડી રોકવા માટે સંબંધિત રેલ્વે મુખ્યાલય ને પણ જાણ કરવામાં આવી છે જેથી આ દલાલો પકડી શકાય.મંડળ રેલ પ્રબંધક દિપકકુમાર ઝા એ વાણિજ્ય વિભાગની કાર્યવાહીની પ્રશંસા કરતાં જણાવ્યું હતું કે આ અભિયાન સતત ચાલુ રહેશે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગુજરાત માટે આનંદની વાત: રીલાયન્સ ફાઉન્ડેશન દ્વારા તૈયાર કરાયેલી 400 બેડની હોસ્પિટલનું લોકાર્પણ