રાહુલે સરકીટ હાઉસના રસોયાના ઘરમાં રાત્રીનું ભોજન લીધું તો રસ્તામાં સેવ-ખમણી ઝાપટી
, શુક્રવાર, 3 નવેમ્બર 2017 (13:55 IST)
ગઇકાલથી દક્ષીણ ગુજરાતના ત્રણ દિવસીય પ્રવાસે આવેલા કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીને આવકારવા ચારેકોર થનગનાટ જોવા મળ્યો હતો. જે જે સ્થળોએ રાહુલ ગાંધી પહોંચ્યા ત્યાં ત્યાં લોકો મોટી ભીડમાં તેમને આવકારવા ઉત્સુક હતા. રાહુલ ગાંધીએ તેમના દાદીમાં ઈન્દીરા ગાંધી અને પિતા રાજીવ ગાંધીની માફક સાદગીનો પરિચય વધુ એક વખત આપ્યો હતો.
રાહુલે રાત્રીનું ભોજન સરકીટ હાઉસના રસોયાના ઘરમાં તેમના પરિવારજનો સાથે લીધું હતું. પ્રથમ બે તસ્વીરમાં રસોયા પરિવારના ભોજનને ભાવથી આરોગતા રાહુલજી અને બીજી તસ્વીરમાં તેમની સાથે રસોયા પરિવારે લીધેલી સેલ્ફી કલીક નજરે પડે છે. પ્રવાસ દરમિયાન એક નાના રેસ્ટોરન્ટમાં તેમણે સેવ-ખમણીની લીજ્જત પણ માણી હતી.
આગળનો લેખ