Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ફાયર સેફ્ટીનો અમલ ન કરતી ઇમારતોને ઝડપથી સીલ કરો, કાયદાના પાલનમાં લાગણીઓને અવકાશ નથીઃ ગુજરાત હાઇકોર્ટ

ફાયર સેફ્ટીનો અમલ ન કરતી ઇમારતોને ઝડપથી સીલ કરો, કાયદાના પાલનમાં લાગણીઓને અવકાશ નથીઃ ગુજરાત હાઇકોર્ટ
, શનિવાર, 25 સપ્ટેમ્બર 2021 (09:08 IST)
રાજ્યમાં ફાયર સેફ્ટી એક્ટ અમલવારી અને BU પરમિશન મુદ્દે હાઇકોર્ટે કડક વલણ અપનાવ્યું છે. હાઇકોર્ટે રાજ્ય સરકાર અને રાજ્યની તમામ મ્યુનિસિપલ કોર્પોરેશન તથા નગરપાલિકાઓને ટકોર કરી છે કે, BU અને ફાયરસેફ્ટી NOC વિનાની ઇમારતો સામે કડક કાર્યવાહી કરવામાં આવે અને કાયદાનું પાલન ન કરતી ઇમારતોને સીલ કરવાની કામગીરી પણ ઝડપથી કરવામાં આવે.જસ્ટિસ એન.વી. અંજારીયાની ખંડપીઠે મહત્વપૂર્ણ અવલોકન કરતાં કહ્યું હતું કે, ફાયર સેફ્ટી વગરની અને BU પરમિશન વિનાની તમામ ઇમારતોને સીલ કરવી જોઈએ. સાથે સાથે કોર્ટે એ પણ નોંધ કરી કે, કાયદાના શાસનમાં લાગણીઓને અને ભાવનાઓને અવકાશ નથી. એટલે કે, કાયદાની અમલવારી જરૂરી છે.

લાગણીઓ અને ભાવનાઓને ફરજ પાલનમાં ન લાવવી જોઈએ. મહત્વપૂર્ણ વાત એ છે કે, કોર્ટે સુપ્રીમ કોર્ટના જજમેન્ટને ટાંકીને કહ્યું હતું કે, જો સુપ્રીમ કોર્ટે જ 8 જુલાઇ-2022 સુધી ફાયર સેફટીના અમલીકરણ માટેના સમય આપવાની અરજી ફગાવી દીધી હોય તો, હાઈકોર્ટ તેનાથી ઉપરવટ કેમ જઈ શકે? રાજ્યમાં ઝડપથી ફાયર સેફ્ટીનો કડકાઇથી અમલ થાય તે જરૂરી છે.આ મામલે રાજ્ય સરકાર તરફથી એડવોકેટ જનરલે દલીલ કરી હતી કે, કાયદાના કડકાઇથી પાલન કરવામાં રાજ્યમાં ઘણા સ્થાનો પર ઘર્ષણની સ્થિતિ થશે. જેને લઇને કોર્ટે ટકોર કરી કે, સુપ્રીમ કોર્ટના હુકમ બાદ કોઈ અવકાશ નથી, જેથી ફાયર સેફ્ટીની બાબતમાં બધાએ ગંભીર બનવાની જરૂર છે હવે આ મામલે આગામી 9 ઓકટોબરે આગામી સુનાવણી હાથ ધરવામાં આવશે.રાજ્ય સરકારે જણાવ્યું હતું કે, અગાઉની પરિસ્થિતિએ હાલ શાળાઓ અને હોસ્પિટલોની પરિસ્થિતિમાં સુધાર પણ જોવા મળ્યો છે. આગામી સમયમાં પણ આ વ્યવસ્થા ઝડપી બનાવવામાં આવશે. જેથી તમામ જગ્યાએ NOC અને BU પરમીશનને લઈને કોઈ પ્રશ્ન ઊભો ન થાય.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ચાલુ વર્ષે રાજ્યમાંથી સૌથી વધુ 15 હજાર વિદ્યાર્થીઓ અભ્યાસ માટે અમેરિકા જશે