Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Saturday, 19 April 2025
webdunia

એક વર્ષના બાળકની માતાને PUBG પાર્ટનર સાથે થયો પ્રેમ હવે જોઈએ છે છુટાછેડા

Pubg Lover
, શુક્રવાર, 17 મે 2019 (14:43 IST)
અમદાવાદમાં પબજી ગેમનાં એડિક્ટો માટે દાખલો બેસાડે તેવો કિસ્સો ચર્ચામાં આવ્યો છે. શહેરની 19 વર્ષની પરણિત અને એક નાના બાળકની માતા એવી એક મહિલાને  પબજીનાં ગેમ પાર્ટનર સાથે પ્રેમ થઇ ગયો. જેનાં કારણે તેને પતિ સાથે છૂટાછેડા મેળવી અને ગેમ પાર્ટનર સાથે રહેવું છે, જે માટે તેણે મહિલાની હેલ્પલાઇન અભયમ 181ને જણાવ્યું હતું. હેલ્પલાઇનનાં અધિકારીઓએ જણાવ્યું કે આ અમદાવાદનો પહેલો કિસ્સો છે જેમાં મહિલાને પબજી પાર્ટનર સાથે રહેવા માટે પતિ સાથે છૂટાછેડા લેવા છે. આ પહેલા એક કિસ્સામાં માતાએ પોતાનાં બાળકને પબજીની લતથી છોડાવવા માટે હેલ્પલાઇનનો સંપર્ક કર્યો હતો. અંગ્રેજી અખબારના અહેવાલ પ્રમાણે આ કેસ અંગે કાઉન્સેલરે જણાવ્યું કે, 'આ મહિલાનાં 18 વર્ષ પુરા થતાં તેણે બિલ્ડીંગ કોન્ટ્રાક્ટર સાથે લગ્ન કર્યાં હતાં અને એક વર્ષમાં તેને બાળકને પણ જન્મ આપ્યો છે. થોડા મહિના પહેલા તેને પબજી રમતની લત લાગી હતી. જેમાં તેને શહેરનાં જ પબજી રમત રમતા યુવાન સાથે સંપર્ક થયો હતો.' આ સાંભળીને જ્યારે કાઉન્સેલરે તેને પૂંછ્યું કે, 'તને તારા પતિ સાથે કોઇ અણબન છે કે ઝઘડો છે? તો ત્યારે તેને ના પાડી હતી અને કહ્યું હતું કે મારે તે યુવાન સાથે રહેવું છે.
 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

નર્મદાના પાણીમાં ઓક્સિજન ઓછો ને સલ્ફાઇડ કેમ વધ્યું, સરકારનું મૌન