Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ભીલીસ્થાન ટાયગર સેનાના હોદ્દેદારોને પોલીસ દ્વારા નજર કેદ કરવામાં આવ્યા

ભીલીસ્થાન ટાયગર સેનાના હોદ્દેદારોને પોલીસ દ્વારા નજર કેદ કરવામાં આવ્યા
, સોમવાર, 9 ડિસેમ્બર 2019 (16:00 IST)
ગુજરાત રાજ્યની પ્રાથમિક શાળાઓને મર્જ ન કરવાના મુદ્દે સોમવારે ભીલીસ્થાન ટાયગર સેના દ્વારા વિધાન સભાનો ઘેરાવ કરવાનો કાર્યક્રમ આપ્યો હતો. વલસાડ રૂરલ પોલીસે વલસાડ જિલ્લા ટાયગર સેનાના પ્રમુખ જુતુ પટેલને નજર કેદ કર્યો હતો. વલસાડ જિલ્લાના ભીલીસ્થાન ટાઇગર સેનાના હોદ્દે દારોને નજરકેદ કરવાની તજવીજ હાથ ધરી હતી. ગુજરાત સરકાર દ્વારા 5350 જેટલી પ્રાથમિક શાળાઓને મર્જ કરીને બંધ કરવાના સરકારના નિર્ણયના વિરોધમાં વિધાનસભાનો ઘેરાવો કરવાનો કાર્યક્રમ સોમવારે આપવામાં આવ્યો હતો. જેના પગલે વલસાડ જિલ્લાના ભીલીસ્થાન ટાયગર સેનાના હોદ્દેદારોને પોલીસ દ્વારા નજર કેદ કરવામાં આવ્યા હતા. ભીલીસ્થાન ટાઇગર સેનાએ સોમવારે સવારે ગાંધીનગર બિરસામુંડા ભવન ખાતે એકત્રિત થઈને સવારે 11 કલાકે વિધાનસભાનો ઘેરાવો કરવાનો કાર્યક્રમ આપવામાં આવ્યો હતો. જે માટે રાજ્યમાં ભીલીસ્થાન ટાયગર સેનાના હોદ્દેદારોને નજરકેદ કરવામાં આવ્યા છે. વલસાડ જિલ્લામાંથી ભીલીસ્થાન ટાયગર સેનાના 30થી 35 હોદ્દેદારો વિધાનસભાના ઘેરાવો કરવા જવાના હતા. જેમાંથી વલસાડ જિલ્લા પ્રમુખ જીતુ પટેલ સહીત 15 જેટલા ટાયગર સેનાના હોદ્દેદારોને નજર કેદ કરવામાં આવ્યા છે તો વિરોધ આંદોલન વધારે ન વકરે એ માટે વલસાડ જિલ્લા પોલીસ દ્વારા ભીલિસ્તાન ટાઇગર સેના ના મોટા ભાગ ના આગેવાનો ને વલસાડ જિલ્લા માં અલગ અલગ પોલીસ મથક માં નજર કેદ કરાયા છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

વિધાનસભા કૂચ પહેલાં અમિત ચાવડાની અટકાયત, પોલીસે ચલાવ્યો પાણીનો મારો