પોરબંદર પંથકમાં આજે પણ સર્વત્ર વરસાદ વરસી રહ્યો : પોરબંદરમાં ૪, રાણાવાવ રાા, કુતિયાણામાં પાંચ ઇંચ
પોરબંદર : પોરબંદર જિલ્લામાં ગઇકાલથી ચાલુ થયેલ વરસાદ આજે બપોર સુધી વતા-ઓછા પ્રમાણમાં વરસી રહ્યો છે.
ગઇકાલથી આજે બપોર સુધીમાં પોરબંદરમાં ૪ ઇંચ, રાણાવાવમાં અઢી ઇંચ તથા કૂતિયાણામાં પાંચ ઇચ વરસાદ નોંધાયો છે. વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામેલ છે. રવિવારને કારણે બજારોમાં અહલ-પહલ જોવા મળતી નથી.
- ગોંડલ રોડ પર 30મીનટ વરસાદ ચાલુ.
- રાજકોટ માં રાત્રે 1વગાયે થી સવાર ના 6 વાગ્યે સુધી ગાજવીજ સાથે ધોધમાર વરસાદ.
- રાજકોટમાં રાતે 12 થી સવારે 7 સુધીમાં 7 ઇંચ વરસાદ, મહાપાલિકાના આઈ વે પ્રોજેક્ટના સેન્સરમાં નોંધાયો 185 મીમી વરસાદ, મ્યુનિસિપલ કમિશનર દ્વારા સત્તાવાર જાહેરાત
- રાજકોટને પીવાનું પાણી પૂરું પાડતા ભાદર-1 આજી-1, ન્યારી-1 તેમજ ન્યારી-2 અને લાલપરી-રાંદરડા તળાવ માં નવા નીર ની જોરદાર આવક, મહાપાલિકા તંત્ર એલર્ટ
- રાજકોટમાં કાલાવડ રોડ પરના મહિલા કોલેજ અંડર બ્રિજ માં પાણી ભરાઈ જતા રસ્તો બંધ, ફાયર બ્રિગેડ ની ટુકડીઓ દોડાવાઇ, મહાપાલિકાનો વિજિલન્સ પોલીસ સ્ટાફ પણ સ્થળ પર તૈનાત