Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

કોરોના સંકટ વચ્ચે આજે સાંજે 5 વાગે દેશને સંબોધિત કરશે પીએમ મોદી

કોરોના  સંકટ વચ્ચે આજે સાંજે 5 વાગે દેશને સંબોધિત કરશે પીએમ મોદી
, સોમવાર, 7 જૂન 2021 (15:25 IST)
કોરોનાની બીજી લહેરમાં રાહત મળવાની સાથે જ દેશમાં આજથી અનલોકની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે.  આ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સોમવારે સાંજે 5 વાગેદેશને સંબોધિત કરશે. પીએમ કાર્યાલય તરફથી ટવીટ કરી આ માહિતી આપી છે. 
 
આશા બતાવાય રહી છે કે અનલોકની પ્રક્રિયા વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી લોકોને સાવધ રહેવાની અપીલ કરી શકે છે. સાથે જ વેક્સીનેશનને લઈને પણ સંદેશ આપી શકે છે. 

 
નબળી પડી કોરોનાની બીજી લહેર 
 
ઉલ્લેખનીય છે કે દેશમાં કોરોનાની બીજી લહેરે ખૂબ કહેર મચાવ્યો હતો. એક દિવસમાં ચાર લાખથી વધુ કેસ સુધી રેકોર્ડ આંકડા નોંધાયા. જઓ કે હવે જઈને હાલત થોડી સુધરી છે. હવે નવા કેસની સંખ્યા એક લાખ સુધી પહોંચી છે.  જ્યારે કે એક્ટિવ કેસની સંખ્યા 15 લાખથી નીચે આવી ગઈ છે. 

સ્વાસ્થ્ય મંત્રાલયના છેલ્લા 24 કલાકના આંકડા અનુસાર વિતેલા 61 દિવસમાં સૌથી ઓછા કેસ નોંધાયા છે. આ પહેલા સૌથી ઓછા કેસ સાત એપ્રિલના રોજ આવ્યા હતા. ત્યારે એક જ દિવસમાં એક લાખ 15 હજાર કેસ નોંધાયા હતા. દેશમાં હાલમાં પોઝિટિવીટી રેટ 6.34 ટકા છે.
 
દેશમાં આજે કોરોનાની સ્થિતિ
 
કુલ કોરોના કેસ - બે કરોડ 89 લાખ 9 હજાર 975
કુલ ડિસ્ચાર્જ - બે કરોડ 71 લાખ 59 હજાર 180
કુલ એક્ટિવ કેસ - 14 લાખ 01 હજાર 609
કુલ મોત - 3 લાખ 49 હજાર 186
 
દેશમાં વેક્સીનેશને સ્પીડ પકડી 
 
દેશમાં વિતેલા 24 કલાકમાં કોરોના વાયરસના રસીના 13 લાખ 90 હજાર 916 ડોઝ આપવામાં આવ્યા. ત્યાર બાદ કુલ રસીનો આંકડો 23 કરોડ 27 લાખ 86 હજાર 482 થઈ ગોય છે. આઈસીએમઆર (ICMR)એ જાણકારી આપી છે કે ભારતમાં ગઈકાલે કોરોના વાયરસના 15 લાખ 87 હજાર 589 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. ત્યાર બાદ અત્યાર સુધીમાં કુલ 36 કરોડ 63 લાખ 34 હજાર 111 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ખુશખબર- બાળકો માટે વેક્સીનની આશા જાગી, એમ્સમાં આજથી શરૂ થશે કોવેક્સીનના ટ્રાયલ