Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ખુશખબર- બાળકો માટે વેક્સીનની આશા જાગી, એમ્સમાં આજથી શરૂ થશે કોવેક્સીનના ટ્રાયલ

ખુશખબર- બાળકો માટે વેક્સીનની આશા જાગી, એમ્સમાં આજથી શરૂ થશે કોવેક્સીનના ટ્રાયલ
, સોમવાર, 7 જૂન 2021 (15:15 IST)
દિલ્લીના એમ્સમાં આજે બાળકો પર વેક્સીનનો ટ્રાયલ શરૂ થઈ રહ્યો છે. તેમાં 2 થી 18 વર્ષની બાળકોનો સમાવેશ કરાશે. પ્રથમ તબક્કામાં કુલ 17 બાળકોનું પરીક્ષણ કરાશે. ટ્રાયસ સફળ થતાં બાળકોમાં રસીકરણ 
શરૂ કરવામાં આવશે.
 
એમ્સના વહીવટ મુજબ સોમવારે સવારે 9 વાગ્યાથી આ ટ્રાયલ શરૂ થશે. આઠ અઠવાડિયામાં તેને પૂર્ણ કરવાનો લક્ષ્યાંક નક્કી રાખવામાં આવ્યું છે. ટ્રયલ માટે બાળકોની સ્ક્રીનિંગ થશે તેને પૂર્ણ રૂપથી સ્વસ્થ થયા 
પછી જ તેમને રસી આપવામાં આવશે. ટ્રાયલ અનેક તબક્કામાં થશે. પ્રથમ તબક્કામાં 17 બાળકોને શામેલ કરવામાં આવશે.
 
બાળકોને ભારત બાયોટેક અને આઈસીએમઆર તરફથી કોવાક્સિનનો ડોઝ આપવામાં આવશે. તે પહેલા પટનાના એમ્સમાં પણ વેક્સીનનો ટ્રાયલ ચાલી રહ્યો છે. ત્યાં 3 જૂને, રસીનો પ્રથમ ડોઝ ત્રણ બાળકોને 
અપાયો હતો. નિષ્ણાતોએ બાળકો માટે કોરોનાની ત્રીજી લહેરને વધુ જોખમી જણાવી છે. તેથી બાળકોને રસીકરણ તેને ચેપથી બચાવવામાં ખૂબ મદદરૂપ થઈ શકે છે.
 
તમને જણાવી દઈએ કે 11 મેએ બાળકો પર ક્લિનિકલ ટ્રાયલ માટે ભારત બાયોટેકને ડ્રગ રેગ્યુલેટર ડીસીજીઆઈ પાસેથી મંજૂરી મળી હતી. આ પછી, ગયા અઠવાડિયે એમ્સ પટણાએ 2 થી 18 વર્ષની વય 
જૂથનાં બાળકો પર કોવાકિસિનની ટ્રાયલ શરૂ કરી. 
 
ડીસીજીઆઈએ બાળકો પર કોવાકિસિનના બીજા તબક્કા અને ત્રીજા પ્રયોગો માટે મંજૂરી આપી દીધી છે. એઈમ્સ-દિલ્હીની પસંદગી અન્ય અનેક સંસ્થાઓની સાથે ટ્રાયલ સાઇટ માટે પણ કરવામાં આવી છે. અન્ય 
સંસ્થાઓમાં એઈમ્સ-પટના અને નાગપુર સ્થિત મેડિટ્રિના ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સનો સમાવેશ થાય છે.
તાજેતરમાં, નીતી આયોગના સભ્ય (આરોગ્ય) વી.કે. પૉલે કહ્યું હતું કે ડીસીજીઆઈએ રસીને મંજૂરી આપી છે. તેને 2 થી 18 વર્ષની વય જૂથ માટે ક્લિનિકલ ટ્રાયલ્સની મંજૂરી આપવામાં આવી છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

કોરોના સંકટ વચ્ચે આજે સાંજે 5 વાગે દેશને સંબોધિત કરશે પીએમ મોદી