Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

સિંગતેલનાં ભાવમાં 40 રૂપિયાનો ઘટાડો થતાં ગૃહિણીઓને રાહત

સિંગતેલનાં ભાવમાં 40 રૂપિયાનો ઘટાડો થતાં ગૃહિણીઓને રાહત
, શુક્રવાર, 12 જુલાઈ 2019 (11:32 IST)
ભારે મોંઘવારીનાં માર સામે લોકો માટે આનંદનાં સમાચાર આવી રહ્યાં છે. સિંગતેલનાં ભાવમાં 2 દિવસમાં 40 રૂપિયાનો ઘટાડો થયો છે. 15 દિવસમાં 100 રૂપિયાનાં વધારા પછી ભાવ ઘટતા ગૃહિણીઓએ રાહતનો શ્વાસ લીધો છે. સિંગતેલ ડબ્બાનો ભાવ રૂ. 1900ની નજીક ગયો હતો. હજુ શનિવારે જ લેવાલીના અભાવે સિંગતેલમાં રૂ. 20નો ઘટાડો થયો હતો ત્યારે ફરી વખત રૂ. 20નો ઘટાડો થયો છે. આમ બે દિવસમાં રૂ. 40નો ઘટાડો થયો છે. બજારમાં લેવાલીનો અભાવ હોવાથી આ ઘટાડો નોંધાયો છે. બજારમાં સોમવારે બજારમાં લેવાલી નહીં હોવાથી સિંગતેલ લૂઝના ભાવ રૂ. 1050 બોલાયો હતો. જ્યારે ગત સપ્તાહે સિંગતેલ લૂઝનો ભાવ રૂ.1100થી વધી ગયો હતો. જેમાં નજીવા ટેન્કરના કામકાજ નોંધાયા હતા. નાફેડ મગફળી રિલીઝ નહીં કરતી હોવાથી જે તે સમયે બજારમાં મગફળીની અછત નોંધાઈ હતી. જેને કારણે સિંગતેલના ભાવ ઊંચા ગયા હતા. હાલ બજારમાં લેવાલી નહીં હોવાથી મગફળીના ભાવ નીચા ગયા છે. જેથી કરીને સિંગતેલના ભાવ નીચા ગયા છે. ભાવ ઘટ્યા બાદ સિંગતેલનો ડબ્બો રૂપિયા 1840-1850 આજુબાજુમાં છે.બજેટમાં ઈમ્પોર્ટ ડયુટી વધશે એવી આશાએ બજેટ પૂર્વે બજારમાં વેપારીઓને ખાસ્સા પ્રમાણમાં સિંગતેલનો માલ લઈ લીધો હતો. તે જોતાં હવે નવી માગ હાલ તુરત ધીમી રહેવાની શક્યતા જાણકારો બતાવી રહ્યા હતા. દરમિયાન, બજેટમાં ઈમ્પોર્ટ ડયુટીમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યા નથી. મુંબઈ બજારમાં માગ ધીમી રહેતાં વિશ્વબજાર પાછળ ભાવમાં હવામાન નરમ રહ્યું હતું.
 
 
 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

સરકાર દ્વારા ખેતી બેંકના બાકીદારો માટે સેટલમેન્ટ યોજના મંજૂર, ૩૧ માર્ચ ૨૦૨૦ સુધી અમલમાં રહેશે