Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

હાર્દિકના સમર્થનમાં 51 પાટીદારોએ કરાવ્યું મુંડન, સુરતમાં 20થી વધુ જગ્યાએ પ્રતિક ઉપવાસ

હાર્દિકના સમર્થનમાં 51 પાટીદારોએ કરાવ્યું મુંડન, સુરતમાં 20થી વધુ જગ્યાએ પ્રતિક ઉપવાસ
, સોમવાર, 3 સપ્ટેમ્બર 2018 (12:20 IST)
હાર્દિક પટેલના ઉપવાસનો આજે 10મો દિવસ છે. ત્યારે હાર્દિકના નિવાસ સ્થાન છત્રપતિ નિવાસે ઉપવાસી છાવણીમાં સરકારની નીતિનો વિરોધ કરીને હાર્દિકના સમર્થનમાં રાજ્યના વિવિધ જિલ્લામાંથી આવેલા 51 પાટીદાર યુવાનોએ મુંડન કરાવીને વિરોધ નોંધાવ્યો હતો. સાથે જ સરકાર હાર્દિક જે માંગણી સાથે આમરણાંત ઉપવાસ પર બેઠો છે તે નહીં માને તો ઉગ્ર વિરોધ કરવાની ચીમકી આપી હતી.

હાર્દિકના સમર્થનમાં પાસ પ્રવક્તા નિખિલ સવાણીએ પણ મુંડન કરાવ્યું હતું. જય સરદાર જય પાટીદારના

webdunia

નારા સાથે હાર્દિકના સમર્થનમાં પાટીદાર યુવાનોએ મુંડન કરાવ્યું હતું અને દાઢી કરાવી હતી.સુરતમાં પાટીદારો દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ધૂનનું આયોજન કરવામાં આવ્યું છે. વરાછાથી એક સપ્તાહ અગાઉ શરૂ થયેલા પ્રતિક ઉપવાસ ક્રમશઃ વધતાં રહ્યાં છે. અને વરાછા બહાર પાંડેસરા, ઉધના વરિયાવ સહિતના વિસ્તારોમાં રહેતા પાટીદારો દ્વારા જન્માષ્ટમીની રજાઓ નિમિતે મોટી સંખ્યામાં ઉપવાસ કરવામાં આવી રહ્યાં છે. સાથે જ રામધૂનના આયોજનો પણ થયા છે.

હાર્દિક પટેલ દ્વારા અમદાવાદમાં તેના નિવાસ સ્થાને આમરણાંત ઉપવાસ કરવામાં આવ્યાં છે. ત્યારે સુરતમાં પાટીદારો દ્વારા વરાછા વિસ્તારમાં આવેલી વિવિધ સોસાયટીઓમાં પ્રતિક ઉપવાસની સાથે સાથે રામધૂનના આયોજન કરાવમાં આવી રહ્યાં છે. હાર્દિક પટેલના સમર્થનમાં તથા અલ્પેશ કથિરીયાને જેલમુક્ત કરવા અને ખેડૂતોના દેવા માફ થાય તે માટે આ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
પાટીદારો દ્વારા વરાછા વિસ્તારમાં રોજે રોજ અલગ અલગ સોસાયટીઓમાં કાર્યક્રમોના આયોજન કરવામાં આવી રહ્યાં છે. સોસાયટીના રહિશો દ્વારા અપાતાં આ કાર્યક્રમમાં સરકારના કાન ખૂલે તે માટે રામધૂન અને સરકારને સદબુધ્ધિ મળે તે માટે હવનનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે હવે પાટીદારો દ્વારા સાતમ આઠમના તહેવારમાં ડબલ આયોજન કરવામાં આવ્યાં છે. જેમાં રામધૂન અને પ્રતિક ઉપવાસના પણ આયોજન કરાયાં છે.જન્માષ્ટમીની રજાઓ હોવાથી મોટી સંખ્યામાં પાટીદારો દ્વારા ધૂન અને પ્રતિક ઉપવાસના આયોજનો કરવામાં આવી રહ્યાં છે. હાર્દિક પટેલના આમરણાંત ઉપવાસની સાથે જ ફરીથી પાટીદાર અનામત આંદોલન વેગ પકડી રહ્યું છે. અને આગામી સમયમાં પાટીદારોની માંગણી માટે લોકો બહાર આવી રહ્યાં છે. ત્યારે સરકાર આ પ્રશ્નનો નિવેડો ઝડપથી લાવે તે ઈચ્છનિય હોવાનું પાસન કન્વીનર ધાર્મિકે વધુમાં જણાવ્યું હતું.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ખેડૂતોના દેવામાફીના મુદ્દે સરકારની ખુશામતમાં વ્યસ્ત ભાજપ કિસાનસંઘ-ભાજપ કિસાન મોરચો મૌન