Publish Date: Thu, 14 Oct 2021 (11:35 IST)
Updated Date: Thu, 14 Oct 2021 (11:38 IST)
પાટણમાં હિટ એન્ડ રન પાટણ શહેરના અનાવાડા રોડ ઉપર ગુરુવારે સવારે 8 વગ્યા આસપાસ બેકાબૂ આવી રહેલી માર્શલ ગાડીના ચાલકે પોતાના સ્ટિયરિંગ ઉપરનો કાબુ ગુમાવતા ગાડી રસ્તા ઉપરથી ઉતરીને પૂરઝડપે અન્નપૂર્ણા સોસાયટીની બાજુમાં આવેલી ઝૂંપટપટ્ટી વિસ્તારમાં ઘૂસી ગઈ હતી. બહાર બેઠેલા 60 વર્ષના એક વૃદ્ધ અને ઘરની બહાર બાંથરૂમમાં કપડાં ધોઈ રહેલી 21 વર્ષની યુવતીને હડફેટે લઈ ફંગોળયા હતાં. ગાડીએ અડફેટે લેતાં બંનેને ગંભીર ઇજાઓ થતા સારવાર માટે ખસેડ્યાં હતાં, જ્યાં સારવાર દરમિયાન બંનેના મોત થયાં હતાં.
મૃતક
1 - સહિસ્તા દાદામીયા સૈય
દ (ઉ.વ 20)
2 - દિલાવર ભાઈ રશીલ બલોચ (ઉ.વ 60)