સુરતમાં નબીરાઓની બેદરકારીથી અકસ્માત થવાના બનાવો બની રહ્યા છે અને તેના કારણે નિર્દોષ લોકો ભોગ બની રહ્યા છે. સુરતના અવધ-ઉથોપિયા રોડ પર કાર ચાલકે અકસ્માત સર્જ્યો હતો અને તેમાં અન્ય કારને અડફેટે લઇને મોટું નુકશાન કર્યું હતું. શ્રીમંત પરિવારના નબીરાએ પોતાની પૂરપાટ ઝડપે જતી લક્ઝરી કાર પરથી કાબૂ ગુમાવતાં રસ્તા પર ઊભેલાં વાહનોના ફુરચા બોલાવી દીધા હતા. આ સાથે ત્રણ કાર અને બે મોપેડને ટક્કર મારતાં ત્રણ જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા છે. જો કે કાર ચાલક નિર્દોષ હોવાનો લૂલો બચાવ કરીને મામલાને દબાવાનો પણ પ્રયાસ કરાતા સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. સુરતના અવધ-ઉથોપિયા રોડ પર કાર ચાલકે અકસ્માત સર્જ્યો હતો અને તેમાં અન્ય કારને અડફેટે લઇને મોટું નુકશાન કર્યું હતું.અવધ ઉથોપિયા નજીક એરપોર્ટ રોડ પર મોડી રાત્રે થયેલા અકસ્માતે શહેરની ટ્રાફિક સુરક્ષા પર સવાલો ઊભા કર્યા છે.
મોડીરાત્રે મહિન્દ્રા BE 6 (ઇલેક્ટ્રિક લક્ઝરી કાર)ના ચાલકે રોડને જાણે રેસિંગ ટ્રેક સમજી લીધો હતો. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, કારની ઝડપ એટલી પ્રચંડ હતી કે ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો. આ બેકાબૂ કારે રોડ પર પાર્ક કરેલી 3 કારને જોરદાર ટક્કર મારી હતી, સાથે 2 મોપેડને પણ ઉડાવ્યા હતા. સદનસીબે આ અકસ્માત મોડીરાત્રે સર્જાયો હોવાથી અને વાહનો પાર્ક કરેલા હોવાથી કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ વાહનોને મોટું આર્થિક નુકસાન પહોંચ્યું છે.
આ અકસ્માત કરનાર યુવકની ઓળખ વિરલ દેસાઈ તરીકે થઈ છે. તે પણ અકસ્માતમાં ઇજાગ્રસ્ત થતાં તેને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયો છે. જોકે ઘટનાના થોડા સમય બાદ જ મામલો દબાવવા માટે 'કર ચાલકને અચાનક ખેંચ આવી' હોવાનું કારણ આગળ કરવામાં આવતું હોવાની ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે.
અવધ ઉથોપિયા નજીક એરપોર્ટ રોડ પર મોડી રાત્રે થયેલા અકસ્માતે શહેરની ટ્રાફિક સુરક્ષા પર સવાલો ઊભા કર્યા છે.