Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

એસટી બસોમાં મુસાફરો હવે UPIથી ટીકિટ લઈ શકશે, QR CODE આધારિત UPI ડિજિટલ પેમેન્ટ સેવા શરૂ

એસટી બસોમાં મુસાફરો હવે UPIથી ટીકિટ લઈ શકશે, QR CODE આધારિત UPI ડિજિટલ પેમેન્ટ સેવા શરૂ
, બુધવાર, 25 ઑક્ટોબર 2023 (14:04 IST)
ગુજરાત એસટી નિગમની આજે 40 બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. વાહનવ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ ગાંધીનગર એસટી ડેપોમાંથી લીલીઝંડી બતાવીને નવી બસોનું લોકાર્પણ કર્યું હતું. તેમણે કહ્યું હતું કે, એક વર્ષમાં એસટી વિભાગમાં નવી બસો સામેલ કરવામાં આવી છે.

દરેક બસમાં મુસાફરોને સારી સુવિધાઓ મળશે. આવનારા વર્ષમાં નવી બે હજાર જેટલી બસો લાવવામાં આવશે. એસટી નિગમની બસોમાં નવા બે હજાર UPI મશીન આપવામાં આવ્યાં છે. વાહનવ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ ઉમેર્યું હતું કે, રાજ્યમાં ફરવા લાયક સ્થળો અને ધાર્મિક સ્થળો પર આગામી સમયમાં દિવાળીનો તહેવાર હોવાથી એસટી વિભાગ મુસાફરોની સુવિધાઓને લઈને તૈયાર થઈ ગયો છે. એસટી નિગમ દ્વારા ટુ સિટર બસ બનાવવામાં આવી છે.

જેમાં 40 બસ પૈકી અમદાવાદને 15 અને મહેસાણાને 7 બસો ફાળવવામાં આવી છે. તે ઉપરાંત વડોદરાને 10, ગોધરાને 6 અને ભરૂચને બે બસો ફાળવાઈ છે. હવે કંડક્ટર અને મુસાફરો વચ્ચે છુટ્ટા પૈસાને લઈને થતો કકળાટ બંધ થઈ જશે. આજથી એસટી બસમાં UPIથી પેમેન્ટ કરવાનો પ્રારંભ થઈ ગયો છે. હવેથી મુસાફરો બસમાં બેઠા પછી સ્વાઈપ કરીને પણ ટીકિટ લઈ શકશે. એસટી બસમાં ડિજિટલ પેમેન્ટ સુવિધા ઉભી કરતા કંડક્ટરોને પણ રાહત મળશે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

After 12th Arts courses - 12મા આર્ટસ સ્ટ્રીમના વિદ્યાર્થીઓ માટે આ શ્રેષ્ઠ કારકિર્દી વિકલ્પો છે, તેઓ તેમનો અભ્યાસ પૂર્ણ કર્યા પછી સારો પગાર મેળવે છે.