Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

યુવકને ONGCમાં નોકરી અપાવવાની લાલચ આપી 3.95 લાખની છેતરપીંડી કરી

યુવકને ONGCમાં નોકરી અપાવવાની લાલચ આપી 3.95 લાખની છેતરપીંડી કરી
, મંગળવાર, 2 ફેબ્રુઆરી 2021 (10:08 IST)
શહેરના વસ્ત્રાલ વિસ્તારમાં રહેતા યુવકને ONGCમાં નોકરી અપાવવાના બહાને રૂ. 3.95 લાખ પડાવી છેતરપીંડી આચરવામાં આવી હતી. યુવક પાસે 22થી વધુ વખત બેંક એકાઉન્ટમાં પૈસા ભરાવડાવ્યા હતા. યુવકે પૈસા ભરવાની ના પાડતા શખ્સે મોબાઈલ બંધ કરી દીધો હતો. યુવકની ફરિયાદના આધારે સાયબર ક્રાઈમ બ્રાન્ચે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. વસ્ત્રાલ માધવ ઈન્ટરનેશનલ સ્કૂલ પાસે અન્નપૂર્ણાં રેસીડેન્સીમાં જતીન પટેલ પરિવાર સાથે રહે છે. જતીન હાલમાં પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરે છે. જતીન બીજી નોકરીની શોધખોળ કરતો હતો. દરમ્યાનમાં તેના કાકા ગીરીશભાઈએ તેને વોટ્સએપ પર મનુભાઈ નામની વ્યક્તિનો નંબર મોકલ્યો હતો. ONGCમાં ભરતીની વાત કરવા કહ્યું હતું. જતીને તે ફોન નંબર પર વાત કરતા મનુભાઈ નામની વ્યક્તિએ મારા મામાજી વાસુભાઈ ONGCમાં નોકરી કરે છે અને 18 લાખ પગાર છે તેમની સારી ઓળખાણ છે. તેઓ નોકરી અપાવી દેશે. જતીને નોકરી માટે પુછતાં રૂ.60000 ભરવાના રહેશે અને આ બાબતે તેના કાકાને જાણ ન કરવા કહ્યું હતું. બાદમાં 40,000, 20,000 એમ પૈસા માગ્યા હતા. એક દિવસ વડોદરા ONGCમાંથી કોઈ ભાર્ગવ નામની વ્યક્તિએ ફોન કરી પૈસા ભરી દો એટલે તમને કોલ લેટર મળી જશે કહ્યું હતું. કુલ 22 વાર 20,000, 40,000, જેવી રકમો મળી કુલ.3.95 લાખ ભરાવ્યાં હતા. કોલ લેટર ન મળતા જતીને પૈસા ભરવાનું બંધ કર્યું હતું. વાસુભાઈએ ફોન કરી છેલ્લા 40000 ભરો તો એટલે કોલ લેટર મળશે કહ્યું હતું પરંતુ જતીને ના પાડી હતી. બાદમાં ફોન કરતા બંધ આવતો હતો. જેથી તેમને સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી હતી.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

અપક્ષ ઉમેદવારો માટે 169 ચૂંટણી પ્રતિક: કાતર, બ્રશ, ડોલ, કેક, કુકર, વેલણ, આદુ, દ્રાક્ષ, લંચ બોક્સ, ગિટાર,મગફળી, અખરોટ, માઉસ, મિક્સરનો સમાવેશ