Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

22 જુલાઈએ રાજ્યની તમામ ખાનગી હોસ્પિટલમાં ઈમરજન્સી અને OPD સેવાઓ બંધ, ડોક્ટરો હડતાળ પર ઉતરશે

medical
, બુધવાર, 20 જુલાઈ 2022 (16:30 IST)
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફાયર વિભાગ દ્વારા ICU મામલે આપવામાં આવેલા નિર્દેશ બાદ મેડિકલ ક્ષેત્રમાં ખળભળાટ મચી ગયો છે. ICU ગ્રાઉન્ડ ફ્લોર પર રાખવા બાબતે કરવામાં ઇન્ડીયન મેડિકલ એસોસિયેશનની ગુજરાત બ્રાન્ચ દ્વારા 22 જુલાઈએ હડતાળનું એલાન આપવામાં આવ્યું છે. 22 જુલાઈએ રાજ્યની તમામ ખાનગી હોસ્પિટલમાં ઈમરજન્સી અને OPD સેવાઓ બંધ કરી દેવાશે. રાજ્યના તમામ ખાનગી હોસ્પિટલના ડોક્ટરો હડતાળ પર ઉતરશે.

અમદાવાદ મેડિકલ એસોસિએશનના પ્રેસિડેન્ટ ડોક્ટર દિલીપ ગઢવીએ કહ્યું હતું કે માત્ર ગુજરાતમાં નહીં પણ વિશ્વમાં પણ ક્યાંય તમામ ICU ગ્રાઉન્ડ ફ્લોર પર નથી. 22 જુલાઈએ રાજ્યની તમામ ખાનગી હોસ્પિટલમાં ઈમરજન્સી અને OPD સેવાઓ બંધ કરી દેવાશે. હડતાળ દરમિયાન દર્દીઓ સરકારી અથવા ટ્રસ્ટ સંચાલિત હોસ્પિટલમાં ઈમરજન્સી અથવા OPDની સારવાર લઈ શકશે. ICU ગ્રાઉન્ડ પર ના હોય એના અનેક કારણો છે જેને સમજવા જોઈએ. જો ICU ગ્રાઉન્ડ ફ્લોર પર હોય તો દર્દીને ઇન્ફેક્શનનું જોખમ વધી શકે છે. OPDમાં દર્દીઓના સગા અને અન્ય દર્દીઓનું આવનજાવન હોવાને લીધે દર્દીને અપાતી સારવારમાં પણ મુશ્કેલી થઈ શકે છે. ICU કઈ હોસ્પિટલમાં છે તેના કોર્પોરેશન પાસે તમામ હોસ્પિટલના ડેટા છે. છતાંય કોર્પોરેશન તમામ હોસ્પિટલોને ફરી હેરાન કરે છે. કોર્પોરેશન સંચાલિત હોસ્પિટલમાં પણ ICU ગ્રાઉન્ડ ફ્લોર પર નથી, ત્યાં બીજા, ત્રીજા અને ચોથા માળે ICU આવેલા છે. જો અમારી સાથે આવી જ રીતે અન્યાય થાય તો હોસ્પિટલમાં દર્દીની સારવાર માટે ICU ચલાવવા મુશ્કેલ બનશે. 95 ટકા હોસ્પિટલમાં ICU બીજા, ત્રીજા કે ચોથા માળે આવેલા હોય છે. કોર્પોરેશન દ્વારા કરાયેલા નિર્ણયથી સરકાર અવગત જ હશે પણ સરકારે તાત્કાલિક ICU અંગેના નિર્દેશ અંગે નિર્ણય બદલવો જરૂરી છે નહીં તો 95 ટકા ખાનગી હોસ્પિટલમાં ICUની સારવાર અશક્ય બનશે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

રાજ્યના ૩૦ જળાશયો ૧૦૦ ટકાથી વધુ અને ૪૩ જળાશયો ૭૦ ટકાથી ૧૦૦ ટકા જેટલાં ભરાયાં