Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Tuesday, 15 April 2025
webdunia

સુરતમાં ખાનગી હોસ્પિટલમાં ઉઘાડી લૂંટ, સુપનો એક દિવસનો ચાર્જ 1 હજાર તો પીપીઇ કિટના 8 હજાર વસૂલાયા

private hospital of surat
, ગુરુવાર, 12 ઑગસ્ટ 2021 (13:19 IST)
કોરોનાકાળમાં ખાનગી હોસ્પિટલોઓએ દર્દીઓ પાસેથી લાખો રૂપિયા પડાવ્યા હોવાની 100 જેટલી ફરિયાદો પાલિકાએ તાજેતરમાં નિયુકત કરેલી તપાસ કમિટીને મળી છે. જેમાં એક હોસ્પિટલે તો સુપ પીવડાવવાનો એક દિવસનો ચાર્જ રૂપિયા એક હજાર તો પીપીઈ કિટનો ચાર્જ પણ દૈનિક આઠ હજાર વસુલ્યો હોવાની ફરિયાદ થઈ છે. આ સહિતની તમામ ફરિયાદો અંગે હજુ કમિટિ દ્વારા તપાસ કરાશે. જેની પ્રથમ મિટીંગ શુક્રવારે મળશે.

એક ફરિયાદ કમિટી સમક્ષ એવી પણ આવી છે કે, એક દર્દીનુ મૃત્યુ થયા બાદ બીલ ન ચૂકવી શકતા મૃતકનું ડેથ સર્ટિફિકેટ પણ અટકાવી દેવાયું છે. ઉલ્લેખનીય છે કે, પાલિકાએ તાજેતરમાં જ ખાનગી હોસ્પિટલો સામે તપાસ માટે નિયુકત કરેલી કમિટિમાં ડો.પ્રદિપ ઉમરીગર, ડો.વિપુલ શ્રીવાસ્તવ, ડો.પ્રશાંત દેસાઈ, મહેન્દ્ર ચૌહાણ, વ્રજેશ ઉનડકટ અને ધર્મેશ ભાલાળાનો સમાવેશ થાય છે. તપાસ કમિટીના સભ્યએ કહ્યું હતું કે, ‘કોરોનામાં પ્રાઈવેટ હોસ્પિટલમાં દાખલ થયેલા દર્દીઓના પરિવારજનો હોસ્પિટલનું બિલ ન ભરી શકતાં હોસ્પિટલોએ પાલિકાની વેબસાઇટ પર રજિસ્ટ્રેશન ન કરાવતા હજુ સુધી ડેથ સર્ટિફિકેટ મળ્યા નથી. હોસ્પિટલના બિલ ન ચૂકવી શકયા હોય અને તેમનું ડેથ સર્ટિફિકેટ ઈશ્યુ ન થયા હોય તેવા 6થી 7 લોકોએ મને ફરિયાદ કરી છે. જોકે, બીજી તરફ આવી હોસ્પિટલો પર શું કાર્યવાહી કરવી તેની પણ સિસ્ટમ નથી. જેના કારણે સામાન્ય લોકો મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે.’અડાજણના 55 વર્ષિય પારુલ શાહને રાંદેર રોડની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા હતાં. 10 દિવસમાં 6 દિવસ આઈસીયુમાં હતાં. જેમાં 2.50 લાખ બિલ આવ્યું. પીપીઈ કિટનો રોજનો ખર્ચ 8 હજાર હતો. તેમના દિયર નીરજે કહ્યું કે, હોસ્પિટલને 4 ઈ-મેઈલ કરવા છતાં કોઈ કાર્યવાહી થઈ નથી.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

રાહુલ ગાંધી સહિત કેટલાક નેતાઓ બાદ હવે કોંગ્રેસનુ પણ ટ્વીટર એકાઉન્ટ લોક