Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગુજરાતમાં ઓમિક્રૉન વૅરિયન્ટના બે નવા કેસ સામે આવ્યા, રાજ્યમાં કુલ નવ કેસ

ગુજરાતમાં ઓમિક્રૉન વૅરિયન્ટના બે નવા કેસ સામે આવ્યા, રાજ્યમાં કુલ નવ કેસ
, રવિવાર, 19 ડિસેમ્બર 2021 (14:06 IST)
ટાઇમ્સ ઑફ ઇન્ડિયાઅખબાર મુજબ રવિવારે અધિકારીઓએ જણાવ્યું કે યુકેથી આવેલા એક 45 વર્ષીય એનઆરઆઈ પુરુષ અને 15 વર્ષીય કિશોર ઓમિક્રૉનથી સંક્રમિત થયા છે.
 
આની સાથે જ ગુજરાતમાં ઓમિક્રૉન વૅરિયન્ટના સંક્રમિતોની સંખ્યા 9 પર પહોંચી ગઈ છે. એનઆરઆઈ જ્યારે 15 ડિસેમ્બરે યુકેથી અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય ઍરપૉર્ટ પર પહોંચ્યા હતા ત્યારે તેમનો આરટી-પીસીઆર ટેસ્ટ કરવામાં આવ્યો હતો. તેમનો રિપોર્ટ પૉઝિટિવ આવ્યો હતો.
 
એ સિવાય આણંદ જિલ્લાના આરોગ્ય અધિકારી ડૉ એમ.ટી.છારીએ કહ્યું કે તેમના રિપોર્ટમાં ઓમિક્રૉન સંક્રમણની પુષ્ટિ થઈ છે.
 
ગુજરાતની રાજધાની ગાંધીનગરમાં સેક્ટર એકમાં ઓમક્રૉન વૅરિયન્ટનો એક કેસ સામે આવ્યો છે.
 
ગાંધીનગર મ્યુનિસિપલ કમિશ્નર ધવલ પટેલ અનુસાર 15 વર્ષનો એક કિશો લંડનથી પાછો આવ્યો ત્યાર બાદ તેનો કોરોના ટેસ્ટ પૉઝિટિવ આવ્યો હતો.
 
જોકે તેના ચાર પરિવારજનોના રિપોર્ટ નૅગેટિવ આવ્યા છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Live -નવસારીના વંકાલ ગામમાં થયો આચાર સંહિતાનો ભંગ, અત્યાર સુધીમાં 12% મતદાન