Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Omicron Update - દેશમાં 113 પર પહોંચ્યો ઓમિક્રોનનો આંકડો, દિલ્હી-મહારાષ્ટ્રે વધાર્યુ ટેન્શન, યુપીમાં પણ નવા કેસ, જાણો ક્યાં કેટલા કેસ

Omicron Update - દેશમાં  113 પર પહોંચ્યો ઓમિક્રોનનો આંકડો, દિલ્હી-મહારાષ્ટ્રે વધાર્યુ ટેન્શન, યુપીમાં પણ નવા કેસ, જાણો ક્યાં કેટલા કેસ
, શનિવાર, 18 ડિસેમ્બર 2021 (08:52 IST)
દેશમાં ઓમિક્રોનના કેસ સતત વધી રહ્યા છે. રાજધાની દિલ્હીમાં જ ઓમિક્રોનના 10 કેસ એક સાથે નોંધાયા છે. આ સાથે, દિલ્હીમાં ઓમિક્રોન સંક્રમિતોની કુલ સંખ્યા વધીને 22 થઈ ગઈ છે. ઓમિક્રોન અત્યાર સુધીમાં દેશના 11 રાજ્યોમાં દસ્તક આપી ચૂકી છે.  ઓમિક્રોનના સૌથી વધુ કેસ મહારાષ્ટ્રમાં છે. મહારાષ્ટ્રમાં કુલ 32 ઓમિક્રોન સંક્રમિત છે. આ રીતે, દેશભરમાં ઓમિક્રોનના કુલ 113 કેસ નોંધાયા છે. ઓમિક્રોન ઉત્તર પ્રદેશમાં પ્રવેશી ચૂકી છે.  દિલ્હીને અડીને આવેલા ગાઝિયાબાદ જિલ્લામાં એક વૃદ્ધ દંપતીમાં ઓમિક્રોનની પુષ્ટિ થઈ છે. કપલની ટ્રાવેલ હિસ્ટ્રી મહારાષ્ટ્ર-રાજસ્થાન સાથે જોડાયેલી છે. આ રાજ્યોના ઘણા શહેરોની મુલાકાત લીધા બાદ બંને ગાઝિયાબાદ આવ્યા હતા. રાજસ્થાનમાં 17 લોકો ઓમિક્રોનથી સંક્રમિત છે.
 
WHOએ કહ્યું કે ઓમિક્રોન દક્ષિણ આફ્રિકામાં ડેલ્ટા વેરિઅન્ટ કરતાં વધુ ઝડપથી ફેલાઈ રહ્યો છે. એવું માનવામાં આવે છે કે કૉમ્યુનિટી spred  vaada sthan par  ઓમિક્રોનના કેસ ડેલ્ટા વેરિઅન્ટ્સ કરતાં વધુ આવી શકે છે.   તમને જણાવીએ કે દેશમાં અત્યાર સુધીમાં ઓમિક્રોનના કેટલા કેસ મળી આવ્યા છે. મહારાષ્ટ્ર - 32, દિલ્હી - 22, રાજસ્થાન - 17, કર્ણાટક - 8, તેલંગાણા - 8, કેરળ - 5, ગુજરાત - 5, આંધ્રપ્રદેશ - 1, તમિલનાડ - 1, ચંદીગઢ - 1, પશ્ચિમ બંગાળમાં પણ એક કેસ નોંધાયો છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગુજરાતમાં અંદાજિત રૂ. 1000 કરોડના રોકાણથી 500 કેએલડી નો બાયોઈથેનોલ પ્લાન્ટ સ્થપાશે