Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Friday, 11 April 2025
webdunia

આગામી એપ્રિલ સુધીમાં ગુજરાતમાં 1થી 12નું ઓફલાઇન શિક્ષણ શરૂ કરવાની વિચારણા, ઉનાળાનું વેકેશન ઘટે તેવી શક્યતાઓ

offline exam
, ગુરુવાર, 21 જાન્યુઆરી 2021 (10:54 IST)
કોરોનાને કારણે ગુજરાતમાં બંધ થયેલા ઓફલાઈન શિક્ષણ શરૂ કરવા માટે શિક્ષણ વિભાગ સક્રિય બન્યું છે. જેમાં ધોરણ 10 અને 12ની શરૂઆત કર્યા બાદ ફેબ્રુઆરીમાં ધોરણ 9 અને 11 તે પછી માર્ચ મહિનામાં ધોરણ 6થી 8 ની સ્કૂલો અને અંતમાં એપ્રિલથી ધોરણ 1થી 5ની પ્રાથમિક શિક્ષણ માટેની સ્કૂલો શરૂ કરવાનું પ્લાનિંગ કરી રહ્યું છે. જેમાં સૌથી મહત્વનું વિચારણા માં છે કે, આ વર્ષે લાંબું ઉનાળુ વેકેશન રાખવું નહીં માત્ર એક કે બે અઠવાડિયા પૂરતું જ વેકેશન રાખવું સાથે સાથે મે મહિનામાં ધોરણ 10 અને 12ની પરીક્ષા લીધા બાદ ધોરણ 1થી 8 અને 9 તથા 11ની જૂન મહિનામાં પરીક્ષાઓ યોજાય એ મામલે શિક્ષણ વિભાગ ખાસ એકેડેમિક કેલેન્ડર તૈયાર કરી રહ્યું હોવાનું જાણવા મળે છે. ગુજરાતમાં કોરોનાના ઘટતા જતા કેસ બાદ ગત 11 જાન્યુઆરીથી ધોરણ 10 અને 12ની શાળાઓ શરૂ કરવામાં આવી છે, જેમાં કોઈ મોટું વિઘ્ન ના આવતા અને અત્યાર સુધીમાં કોવિડની ગાઈડલાઈન મુજબ શૈક્ષણિક કાર્ય ચાલી રહ્યું છે તેને ધ્યાનમાં રાખીને હવે શિક્ષણ વિભાગ અને આરોગ્ય વિભાગ સાથે સંકલન રાખીને તબક્કાવાર સંપૂર્ણ શૈક્ષણિક કાર્ય શરૂ કરવામાં આવે તેવી શક્યતા છે. ફેબ્રુઆરી મહિનાના આરંભથી ધોરણ 9 અને 11 માટે શાળાઓ શરૂ કરવાની તૈયારી કરી લીધી છે. 11 જાન્યુઆરીથી ધોરણ 10 અને 12ના વર્ગખંડો શરૂ કર્યા બાદ જે શહેર કે ગામમાં કોવિડ-19ના કેસોનું પ્રમાણ ઊંચું રહું છે ત્યાં વિદ્યાર્થી અને શિક્ષકોમાં ચેપનો ફેલાવો થયો છે કે કેમ? તેની સમિક્ષા સાથેનો રિપોર્ટ જે તે જિલ્લા શિક્ષણાધિકારી પાસેથી મંગાવવામાં આવી રહ્યો છે. જેના આધારે 25 જાન્યુઆરીને સોમવાર અથવા તો 1લી ફ્રેબુઆરીને સોમવારથી 9 અને 11 માટે સ્કૂલો શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવી શકે છે. કોરોનાને કારણે આ વર્ષે બોર્ડની પરીક્ષાઓ મે મહિનામાં યોજાવવાની છે તયારે શિક્ષણ વિભાગ ફેબ્રુઆરી માં ધોરણ 9 અને 11 બાદ માર્ચ મહિનામાં ધોરણ 6થી 8ના ઉચ્ચ પ્રાથમિક અને એપ્રિલથી ધોરણ 1થી 5ની પ્રાથમિક શિક્ષણ માટે સ્કૂલો શરૂ કરવામાં આવી શકે છે આથી આ વર્ષે લાંબું ઉનાળુ વેકેશન નહિ પડે. બોર્ડ સિવાયના ધોરણો માટે જૂન મહિનામાં પરીક્ષાઓ યોજાશે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગુજરાતમાં શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ 3થી 12ના વિદ્યાર્થીઓની વોટ્સઅપ બેઈઝડ કસોટી લેવાશે, વોટ્સએપ નંબર જાહેર કરાયો