Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

દાહોદનાં લીમખેડામાં હિટ એન્ડ રનની ઘટના, 2નાં મોત અને 7 લોકો ઘાયલ

દાહોદનાં લીમખેડામાં હિટ એન્ડ રનની ઘટના,  2નાં મોત અને 7 લોકો ઘાયલ
, શનિવાર, 22 જાન્યુઆરી 2022 (15:33 IST)
દાહોદનાં લીમખેડામાં હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. હીટ એન્ડ રનમાં 2નાં મોત અને 7 લોકો ઘાયલ થયા છે. લીમખેડાનાં મંગળ મહુડીમાં પિકઅપ અને ટ્રક વચ્ચે હીટ એન્ડ રનની ઘટના ઘટી છે. મંગળ મહુડીમાં વહેલી સવારે શાકભાજી ભરેલી પીકઅપ રસ્તા નજીક ઉભી હતી એ દરમિયાન આ ઘટના ઘટી હતી.
 
 
ટ્રકે પિકઅપને પાછળથી જોરદાર ટક્કર મારી હતી. જેથી આ દુર્ઘટનામાં 2 મહીલાનાં મોત થયા છે તો 7 લોકો ઘાયલ થયા છે. જો કે, આ ઘટનામાં ટ્રક ચાલક ટક્કર મારીને ટ્રક લઈને ફરાર થઇ ગયો હતો. પોલીસે ઘટના સ્થળે પહોંચીને આ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી તપાસ હાથ ધરી છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

દરમિયામાં તેજ પવન સાથે કરંટને કારણે 8થી 10 ફુટ ઉંચા મોજા ઉછળ્યા