Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

કરોડો સરકારી માલિકીની જમીન ઉપર ગેરકાયદે દબાણ કરી નફો રળતા 12 ઇસમો વિરૂદ્ધ તંત્રએ કરી કાર્યવાહી

કરોડો સરકારી માલિકીની જમીન ઉપર ગેરકાયદે દબાણ કરી નફો રળતા 12 ઇસમો વિરૂદ્ધ તંત્રએ કરી કાર્યવાહી
, શનિવાર, 29 મે 2021 (20:27 IST)
અમદાવાદ જિલ્લા કલેકટર સંદીપ સાગલેએ લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ જિલ્લાના 12 ઇસમો સામે ફોજદારી કાર્યવાહી કરી છે. કલેક્ટરની અધ્યક્ષતા હેઠળની સમિતિના નિર્ણય બાદ વાડજ પોલીસ સ્ટેશન ખાતે સાત વ્યક્તિઓ સામે અને સોલા પોલીસ સ્ટેશન ખાતે પાંચ વ્યક્તિઓ સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ અંતર્ગત એફ.આઈ.આર. નોંધવામાં આવી છે. 
 
જિલ્લા કલેકટર સંદીપ સાગલેના જણાવ્યા મુજબ હેબતપુરની 28 કરોડ 47 લાખ બજાર કિંમતની 16,752 ચોરસ મીટર જમીન અને વાડજની 6 કરોડ 17 લાખ બજાર કિંમતની 4046 ચોરસ મીટર જમીન પર ગેરકાયદે કબજો કર્યાનો કુલ 12 વ્યક્તિઓ પર આરોપ છે. સરકારી માલિકીની જમીન ઉપર ગેરકાયદે દબાણ કરી નફો રળતા તત્વો સામે જિલ્લા વહિવટી તંત્રએ લાલ આંખ કરી છે.
 
કલેકટરએ વધુમાં કહ્યું છે કે, અમદાવાદ જિલ્લામાં જમીન કૌભાંડો કરતા આવા કોઈપણ ભૂમાફિયાઓને બક્ષવામાં નહીં આવે અને લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ આકરી કાર્યવાહી કરવામાં આવશે.
 
અત્રે ઉલ્લેખનીય છે કે જમીન પચાવી પડવાના પ્રતિબંધના કાયદા 2020 અંતર્ગત કાયદેસરની બીજાની માલિકીની જમીન, મિલકત બળજબરીથી, આર્થિક ઉપાર્જન મેળવવા, કપટ કરી, ફ્રોડ કરી, ધાક ધમકી આપી પચાવી પાડનાર સામે ફોજદારી પગલાં લેવાની અને ગુનો સાબિત થયે 10 થી 14 વર્ષ જેલની સજાની જોગવાઈ છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

શાળા સંચાલકોએ કરી ફી માફીની જાહેરાત, કોરોનામાં માતા-પિતા ગુમાવનાર બાળકોની ફી નહી વસૂલે શાળાઓ