Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

અમદાવાદમાં નવા સીમાંકનથી 30 ટકા કોર્પોરેટર ઘરે બેસશે અથવા બેઠક બદલશે

અમદાવાદમાં નવા સીમાંકનથી 30 ટકા કોર્પોરેટર ઘરે બેસશે અથવા બેઠક બદલશે
, શનિવાર, 5 સપ્ટેમ્બર 2020 (15:29 IST)
નવા સીમાંકનથી ખાસ કરીને ભાજપમાં ચહેલપહેલ વધી ગઇ છે. મ્યુનિ. ભાજપની વર્તમાન ટીમની કામગીરી આમ પણ સંતોષજનક ન હતી. તેમાં પણ કોરોના મહામારી સામેના જંગમાં શાસકોએ તમામ નિર્ણય વહીવટીતંત્ર પર છોડી દેતાં પ્રજામાં વ્યાપક રોષ ફેલાયો છે. બોપલ-ઘુમા સહિતના નવા વિસ્તારોને આસપાસના વોર્ડમાં ભેળવી દેવાતાં નવા એક પણ વોર્ડનું ગઠન કરાયું નથી. જોકે નવા સીમાંકનમાં જેને વોર્ડની પેનલની ચાર બેઠકની ફાળવણીમાં જે પ્રકારના ફેરફાર કરાયા છે તેના કારણે અત્યારના ૩૦ ટકા કોર્પોરેટરને કાંતો ઘરે બેસી જવું પડશે અથવા તો પેનલમાંના સાથી કોર્પોરેટરને ઘરે બેસાડીને તેમની બેઠક પરથી ચૂંટણી જંગમાં ઊતરવું પડશે.અત્યારે મ્યુનિ. ભાજપ પ્રદીપસિંહ જાડેજા, સુરેન્દ્ર પટેલ, આનંદીબહેન પટેલ, જગદીશ પંચાલ અને આઇ.કે. જાડેજા ગ્રૂપમાં વહેંચાઇ ગયું છે. જોકે નવા ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલની આક્રમકતાથી અત્યારની જૂથબંધીની રણનીતિ પર ભારે ફટકો પડી શકે છે એટલે પ્રદેશ ભાજપ હાઇકમાન્ડ વર્તમાન ટીમના હોદ્દેદારો માટે મહદંશે ‘નો રિપીટ’ થિયરી અપનાવીને લોકોના રોષને ઠારવાનો પ્રયાસ કરી શકે છે.છેક વર્ષ 2005થી શહેરમાં ભાજપનું એકધાર્યું શાસન હોઇ ગત વર્ષ 2015ની સામાન્ય ચૂંટણીમાં પણ પ્રજામાં ફેલાયેલી એન્ટીઇન્કમબન્સીથી શાસક પક્ષને નુકસાન થઇ શકે તેમ હતું. જોકે નાગરિકો પાસે અસરકારક વિકલ્પ ન હોઇ ભાજપે સતત ત્રીજી ટર્મ માટે સત્તાનાં સૂત્રો કબજે કર્યાં હતાં. આ વખતે પણ કોંગ્રેસ કોરોના, તૂટેલા રસ્તા, ભ્રષ્ટાચાર વગેરે મુદ્દાનો કેટલા અંશે ફાયદો લઇ શકશે તે મોટો પ્રશ્ન છે.કોંગ્રેસ વેરવિખેર હોઇ ભાજપ હાઇકમાન્ડ નવા સીમાંકનનો લાભ ઉઠાવીને નવેસરથી પત્તાં ચીપી શકે છે. જોકે કામગીરીનાં મૂલ્યાંકનના આધારે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અમૂલ ભટ્ટ મણિનગર વોર્ડમાં બેઠક જાળવી શકે તેવી શકયતા છે. મણિનગરમાં અમૂલ ભટ્ટની બેઠક અનુસ‌ૂચિત જાતિ માટે અનામત થઇ હોઇ પેનલમાં સાથી કોર્પોરેટર રમેશ પટેલની બેઠક તેમને ફાળવાય તેમ લાગે છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

વાંચી લો એક ખાસ સારા સમાચાર, સુરત એરપોર્ટ ધમધમતું થતાં 30 ફલાઇટ ઓપરેટ થશે