Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

વાંચી લો એક ખાસ સારા સમાચાર, સુરત એરપોર્ટ ધમધમતું થતાં 30 ફલાઇટ ઓપરેટ થશે

વાંચી લો એક ખાસ સારા સમાચાર, સુરત એરપોર્ટ ધમધમતું થતાં 30 ફલાઇટ ઓપરેટ થશે
, શનિવાર, 5 સપ્ટેમ્બર 2020 (15:18 IST)
છઠ્ઠી સપ્ટેમ્બરથી સુરત એરપોર્ટ ફરી ધમધમતું થશે. રવિવારથી એર ઇન્ડિયા એરલાઇન્સ પાંચ શહેરને જોડતી ફ્લાઇટ શરૂ કર્યા બાદ સ્પાઇસ જેટ અને ઇન્ડિગો એરલાઇન્સ પણ તબક્કાવાર પોતાની ફલાઇટ શરૂ કરશે. સુરત એરપોર્ટથી હાલમાં સ્પાઇસ જેટ અને ઇન્ડિગો એરલાઇન્સની મળી ત્રણ દિલ્હીની, એક બેંગ્લોરની, એક હૈદરાબાદની અને એક કોલકાતાની એમ 6 ફ્લાઇટ ઓપરેટ થઈ રહી છે.

દરમિયાન છઠ્ઠી સપ્ટેમ્બરથી એર ઇન્ડિયા એરલાઇન્સ રવિવારે દિલ્હી, ગોવા અને હૈદરાબાદની તેમજ સોમવારે અને બુધવારે દિલ્હી, કોલકાતા અને ભુનેશ્વરની ફ્લાઇટ ઓપરેટ કરનારી છે. આ સાથે જ સ્પાઇસ જેટ એરલાઇન્સ છઠ્ઠી સપ્ટેમ્બરથી રવિવારે, સોમવારે અને શનિવારે હૈદરાબાદની ફ્લાઇટ ઓપરેટ કરશે તથા આઠમીથી બેંગ્લોર અને કોલકાતાની ડેઇલી ફ્લાઇની સાથે દસમી સપ્ટેમ્બરથી હૈદરાબાદની ડેઇલી ફ્લાઇટ ઓપરેટ કરશે. ઇન્ડિગો એરલાઇન્સની સોમવારે, બુધવારે, શુક્રવારે અને રવિવારે હૈદરાબાદની તેમજ સોમવારે, બુધવારે, ગુરૂવારે, શુક્રવારે, શનિવારે અને રવિવારે બેંગ્લોરની તેમજ દિલ્હીની ડેઇલી તથા દિલ્હીની જ અન્ય એક જે સોમવારે, બુધવારે, શુક્રવારે અને શનિવારે ઓપરેટ કરાઈ છે, તે કાર્યરત રહેશે. એવી જ રીતે સ્પાઇસ જેટ એરલાઇન્સની દિલ્હીની ડેઇલી ફ્લાઇટ ઓપરેટ કરાઈ છે તે પણ કાર્યરત રહેશે. આમ, છઠ્ઠી સપ્ટેમ્બર બાદ સુરત એરપોર્ટથી 30 ફ્લાઇટ ઓપરેટ થશે એટલે કે 15 ફ્લાઇટ અાવશે અને 15 ફ્લાઇટ જશે તેવું કહી શકાય. નેશનલ લોકડાઉન 4.0માં 25 મે, 2020થી ડોમેસ્ટિક ફ્લાઇટ ઓપેરેટ કરવાનો નિર્ણય લેવાયો હતો.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

શિક્ષક દિવસે જ શિક્ષકોનો મોરચો, ટ્યુશન ક્લાસિસ શરૂ કરવા ઉગ્ર માંગ કરી