અમદાવાદના પોશ વિસ્તારમાં હવે મહિલા ચોર ટોળકી સક્રિય બની છે. આ ચોર ટોળકી ક્યારે ઘરમાં ઘૂસીને માલ-સામાન ચોરીને લઈ જાય તેની પણ ખબર પડતી નથી. ત્યારે અમદાવાદના પોશ વિસ્તાર એવા વસ્ત્રાપુરમાં ઘરમાં ઘૂસીને ચોરી કરતી યુવતીઓનો કિસ્સો સામે આવ્યો છે. જેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે.
અમદાવાદના પોશ વિસ્તાર એવા વસ્ત્રાપુરમાં અપૂર્વ એપાર્ટમેન્ટ આવેલું છે. જેમાં ચાલતા પીજીમાં મોબાઈલ ચોરીની ઘટના સામે બની છે. અપૂર્વ એપાર્ટમેન્ટમાં જલારામ નામનું PG છેલ્લાં ઘણા સમયથી ચાલી રહ્યું છે. આ પીજીમાં રહેતા અમન રાજપરાએ ફરિયાદ નોંધાવી છે કે, ગઈકાલે વહેલી સવારે પીજીમાં બે અજાણી મહિલા પ્રવેશી હતી. તેઓએ રૂમમાં પડેલા મોબાઈલો ચોરી કરી ફરાર થઇ ગઇ હતી. સમગ્ર ઘટના pg હાઉસમાં રહેલા સીસીટીવી કેમરા ચેક કરવામાં આવ્યા હતા, ત્યારે સ્વરૂપવાન હોવાનો સ્વાંગ રચીને આવેલી બે યુવતીઓ કેવી રીતે હાથસફાઈ કરી ગઈ તે સ્પષ્ટ દેખાય છે.