Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Friday, 11 April 2025
webdunia

આજી ડેમમાંથી મળેલો મૃતદેહ હોસ્પિટલ પહોંચ્યા બાદ ગાયબ થયો

આજી ડેમ
, સોમવાર, 30 એપ્રિલ 2018 (11:45 IST)
રાજકોટ શહેરમાં સરકારી તંત્રમાં ચાલતી પોલંપોલને કારણે રવિવારે સાંજે એક ગંભીર ઘટના બની હતી. આજી ડેમમાંથી ફાયરબ્રિગેડ સ્ટાફે એક યુવકની લાશ બહાર કાઢી હોસ્પિટલે ખસેડી હતી. હોસ્પિટલે પહોંચ્યા બાદ લાશનું પોસ્ટમોર્ટમ થવાને બદલે લાશ બારોબાર લઇ જવામાં આવી હતી. યુવક અકસ્માતે ડૂબ્યો હતો?, બનાવ આપઘાતનો છે કે હત્યા કરી લાશ ડેમમાં ફેંકી દેવાઇ હતી સહિતના અનેક ભેદ લાશ ગાયબ થઇ જવા સાથે ધરબાઇ ગયા હતા. આજી ડેમમાં એક યુવકની લાશ તરતી હોવાની રવિવારે સાંજે આશિફ નામના યુવકે જાણ કરતાં ફાયરબ્રિગેડના સ્ટેશન ઓફિસર જાહીદખાન સહિતનો સ્ટાફ તેમજ આજી ડેમ પોલીસ સ્ટેશનની પીસીઆર વેનના ઇન્ચાર્જ અશોકભાઇ સહિતનો સ્ટાફ પહોંચી ગયો હતો. ફાયરબ્રિગેડ સ્ટાફે ડેમમાંથી યુવકની લાશ બહાર કાઢી હતી. મૃતક ઇમરાન હુશેન આરિફ કાદરી હોવાની પોલીસે ઓળખ કરી હતી. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

મોંઘા થશે ટીવી, એસી અને ફ્રિઝ, જાણો ક્યારે અને કેટલા ટકા વધશે ભાવ