Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

મોંઘા થશે ટીવી, એસી અને ફ્રિઝ, જાણો ક્યારે અને કેટલા ટકા વધશે ભાવ

મોંઘા થશે ટીવી, એસી અને ફ્રિઝ, જાણો ક્યારે અને કેટલા ટકા વધશે ભાવ
, સોમવાર, 30 એપ્રિલ 2018 (11:31 IST)
ગરમી શરૂ થઈ ગઈ છે. આ સાથે ફ્રિઝ, એસી, કૂલર જેવા કંજ્યૂમર ડ્યૂરેબલ્સની ડિમાંડ પણ વધી રહી છે.  જેનાથી આવનારા દિવસોમાં ટીવી ફ્રિઝ વોશિંગ મશીન જેવા હોમ એપ્લાયંસેસની કિમંતો વધી શકે છે. જો કે આ વસ્તુઓની કિમંતો વધવાને કારણે ક્રૂડની કિમંતો વધવી અને રૂપિયાની તુલનામાં ડોલરનુ મોંઘુ થવુ છે. કિમંતો વધવાની શરૂઆત ગોદરેજ એપ્લાયંસેસે કરી પણ દીધી ક હ્હે.  જો તમે પણ હોમ એપ્લાયંસેઝ ખરીદવાનો પ્લાન કરી રહ્યા છો તો જલ્દી ખરીદી લો. 
webdunia
ભાવ વધવાના કારણ 
 
ગોદરેજ એપ્લાયંસેસના એક એક્ઝીક્યુટિવ મુજબ અમેરિકી ડૉલર અને કાચા તેલની વધતી કિમંતો સાથે કંપનીઓની ઈનપુટ કૉસ્ટમાં વધારો થવાને કારણે હવે કંજ્યૂમર ડ્યૂરેબલ્સની કિમંતો વધી જશે.  અમેરિઈ ડોલર અને કાચા તેલની વધતી કિમંતોસ આથે કંપનીઓની ઈનપુટ કોસ્ટમાં વધારો થવાને કારણે હવે કંજ્યૂમર ડ્યૂરેબલ્સની કિમંતો વધી જશે. 
 
આ આધાર પર થશે વધારો 
 
કિમંતોમાં કેટલો વધારો થશે આ અમેરિકી ડૉલર અને તેલની કિમંતોમાં કેટલી ઝડપથી તેજી આવે છે તેના પર નિર્ભર કરશે. ડોલર 66 રૂપિયાના સ્તરને પાર ચાલ્યો ગયો છે.   
webdunia
ક્યારથી વધશે ભાવ 
 
પ્રોડક્ટની કિમંતોમાં વધારો જૂન પછી લાગૂ થશે. જ્યારે નવી ઈન્વેંટરી માટે ઓર્ડર આવશે.  ત્યારે કિમંતો વધી શકે છે. તૈયાર પ્રોડક્ટમાં ઈમ્પોર્ટેડ કમ્પોનેંટ 10-15 ટકાથી લઈને 50-60 ટકા સુધી થઈ શકે છે.  જોકે આયાત કરેલી વસ્તુઓ મોંધી થતી જઈ રહી છે. આવામાં તેની અસર કંજ્યૂમર ડ્યૂરેબલ્સ પર પડે તે દેખીતુ છે.  તેથી જૂનથી પ્રોડક્ટના ભાવ વધારવા જરૂરી છે.  
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

IPL-11 SRH VS RR - સનરાઇઝર્સ હૈદરાબાદે રાજસ્થાન રોયલ્સને 11 રનોથી હરાવ્યું