Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

દેશના વિકાસ મોડેલ વાઇબ્રન્ટ ગુજરાતમાં ૨૦૧૭માં ૪૯૨ બાળકીઓ પર બળાત્કાર થયો

દેશના વિકાસ મોડેલ વાઇબ્રન્ટ ગુજરાતમાં ૨૦૧૭માં ૪૯૨ બાળકીઓ પર બળાત્કાર થયો
, સોમવાર, 16 એપ્રિલ 2018 (12:24 IST)
જમ્મુ કાશ્મીરના કઠુઆ,યુપીના ઉન્નાવ અને સુરતમાં બાળકીઓ પર નરાધમોએ પાશવી બળાત્કાર ગુજારી હત્યા કરી દેવાની ઘટનાના દેશભરમાં ઘેરા પ્રત્યાઘાત પડયા છે. સલામત ગુજરાતના નારાંઓ ગુંજી રહ્યા છે ત્યારે પોલીસના આંકડા કહે છેકે, આ જ ગુજરાતમાં સરેરાશ એક બાળકી પર બળાત્કાર થાય છે. ગૃહવિભાગના મતે, વર્ષ ૨૦૧૭માં ગુજરાતમાં ૪૯૨ બાળકીઓ પર બળાત્કાર ગુજારાયા હોવાની ઘટનાઓ પોલીસ ચોપડે નોંધાઇ છે. નેશનલ ક્રાઇમ રેકર્ડ બ્યુરોના મતે,દેશમાં ચાઇલ્ડ ક્રાઇમમાં વધારો થઇ રહ્યો છે.

૧૮ વર્ષથી નીચેની આયુ ધરાવતાં બાળકો સાથેના અપરાધ વધી રહ્યાં છે. ગુજરાત પોલીસના મતે,વર્ષ ૨૦૧૬માં કોઇને કોઇ કારણોસર ૪૪ માસૂમ બાળકોની હત્યા કરી દેવામાં આવી હતી. ગુનેગારોને એટલો ગુજરાતમાં છુટો દોર મળ્યો છે કે,ખંડણી ઉઘરાવવાથી માંડીને વિવિધ કારણોસર બાળકોના અપહરણ પણ કરવામાં આવી રહ્યાં છે. વર્ષ ૨૦૧૭માં બાળકોના અપહરણના ૨૫૧૪ કિસ્સા નોંધાયા છે. એટલે કે દર મહિને બાળકોના અપહરણના ૨૦૦ કિસ્સા નોંધાઇ રહ્યા છે. ૨૦૧૭માં જ ૬૬ બાળકોને માતાપિતાએ જ ત્યજી દેવાના કિસ્સા સામે આવ્યા હતાં. અમદાવાદમાં સૌથી વધુ ૫૩૮ કેસો નોંધાયા હતાં. મેટ્રોસિટી અમદાવાદ ચાઇલ્ડ ક્રાઇમમાં અગ્રેસર રહી છે. ગુજરાતમાં સરકાર રાત્રે પણ મહિલાઓ બિન્દાસ હરીફરી શકે છે તેવો દાવો કરેછે પણ મહિલાઓ તો ઠીક,પણ માસૂમ બાળકી પણ સલામત નથી.આજે બાળકીઓ પર વધતાં જતા બળાત્કારના કિસ્સાને પગલે માબાપ ચિંતાતૂર બન્યા છે. વર્ષ ૨૦૧૭માં આખાય રાજ્યમાં ૪૯૩ માસૂમ બાળકીઓ નરાધમોની હવશનો શિકાર બની હતી. બાળકીઓ અસલામત બનતાં રાજ્યના કાયદા અને વ્યવસ્થા સામે સવાલ ખડાં થયા છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

સુરત - બાળકી સાથે અત્યાચાર ગુજારનાર નરપિશાચની જાણકારી આપનારને વેપારીઓની ઈનામની જાહેરાત