Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

અમદાવાદમાં મેટ્રો રેલ પ્રોજેક્ટ માટે થશે ટનલ મશીનનો ઉપયોગ

અમદાવાદમાં મેટ્રો રેલ પ્રોજેક્ટ માટે થશે ટનલ મશીનનો ઉપયોગ
, બુધવાર, 14 માર્ચ 2018 (12:30 IST)
અપૅરલ પાર્કથી કાલુપુર સુધીની મેટ્રોલાઈનનું આશરે છ કિલોમીટરના અંડરગ્રાઉંડ રૂટનું કામ બે દિવસમાં શરૂ થશે. ભૂગર્ભમાં ખોદકામ કરવા પ્રથમવાર ટનલ બોરિંગ મશીનનો ઉપયોગ થશે. ફેબ્રુઆરીના અંતિમ અઠવાડિયામાં એંજિનિયરિંગ કંપની એફકોન્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચરે S-710 TBMના મોટા પાર્ટ્સ અપૅરલ પાર્ક મેટ્રો સ્ટેશનની જમીનમાં ઉતારી દીધા છે.12 મીટર ઊંડો ખાડો અંડરગ્રાઉંડ ટનલની પશ્ચિમ તરફ બનાવાયો છે, જેને પૂર્વ રેંપ કહે છે. ઉચ્ચ અધિકારીઓના જણાવ્યા પ્રમાણે, આગામી મહિનાઓમાં બે TBM મશીનોનો ઉપયોગ ચાર ટનલ બનાવવા થશે.

કાંકરિયાના પૂર્વ સ્ટેશનથી કાલુપુર રેલવે સ્ટેશન સુધીના 6.83 કિમીના અંડરગ્રાઉંડ મેટ્રો રૂટ પર કામગીરી થશે. જેના પ્રથમ ચરણમાં 1.7 કિમી લાંબી બે ટનલ તૈયાર થશે. આશરે 748.8 કરોડ રૂપિયાના ખર્ચે 2.65 કિમી લાંબી અંડરગ્રાઉંડ ટનલ તૈયાર થશે. 30 નવેંબર 2017ના રોજ બે TBM ચેન્નાઈથી અમદાવાદ લવાયા. ચેન્નાઈમાં આ મશીનોથી આશરે 4 કિમીથી વધુની ટનલ વૉશરમેનપેટથી સેંટ્રલ રેલવે સ્ટેશન સુધી બનાવાઈ હતી.  અધિકારીએ કહ્યું કે, હેરીટેજ સિટી અમદાવાદના કોટ વિસ્તારોમાં ટનલ બનાવવાનું કાર્ય પડકારરૂપ હશે. અમારો પ્રયાસ રહેશે કે સ્પંદનો ઓછા થાય તે રીતે કામ થાય અને ટ્રાફિકનું પણ યોગ્ય નિયમન થાય. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

સરદાર સરોવર ડેમનાં નીર સૂકાયા, ડૂબી ગયેલુ આખેઆખુ ગામ આવ્યું બહાર