Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગાંડા વિકાસને ડાહ્યો કરવા રૂપાણી સરકારનો એક્શન પ્લાન

ગાંડા વિકાસને ડાહ્યો કરવા રૂપાણી સરકારનો એક્શન પ્લાન
, સોમવાર, 8 જાન્યુઆરી 2018 (15:35 IST)
ધારાસભાની તાજેતરની ચૂંટણીમાં ગ્રામીણ ગુજરાતના નકશામાંથી લગભગ સાફ થયા બાદ ભાજપ સરકાર ‘ગાંડા વિકાસ’ કરવા કૃષિ અને સરકાર, પશુપાલન તથા મત્સ્યોદ્યોગને વેગ આપવા શ્રેણીબદ્ધ સુધારાઓ કરવા જઈ રહી છે. ઉલ્લેખનીય છે કે આવા ક્ષેત્રોમાં 60% લોકો આજીવિકા મેળવે છે. પાક વીમા યોજનાનો મામુલી અથવા બિલકુલ લાભ મળ્યો નથી એવા ઉહાપોહ બાદ રાજય સરકારે ગુજરાત ક્રોપ ઈુસ્યુરન્સ ફંડ સ્થાપવા નિર્ણય લીધો છે એનો હેતુ સ્થિર અને પરવડી શકે તેવા દરે પાક વીમા સેવા પુરીપાડવાનો છે.

કૃષિ પેદાશોના ભાવમાં ઝડપી ઉથલપાથલની સમસ્યાનું નિરાકરણ લાવવા સરકારે અમુલ જેવી નવી સરકારી સંસ્થા રચવા સૂચવ્યું છે. સૂચિત સંસ્થા મૂલ્યસંવર્ધન માટે એગ્રી પ્રોડકટસ ખરીદી ભાવમાં વધઘટનું જોખમ ઓછું કરશે. પાક ધીરાણ પુરતા મર્યાદીત રહેવાનાબદલે સરકાર ખેતીના સાધન-સરંજામ અને વાહનો ખરીદવા સસ્તા દરે લોન આપશે. રાજય સરકાર કૃષિક્ષેત્રમાં ઈન્ફ્રાસ્ટ્રકચર ઉભુ કરવાપણ આયોજન કરી રહી છે તેવી જ રીતે, પશુપાલન અને ફીશરીઝમાં નવી સ્કીમ લાવવામાં આવશે. ડ્રાફટ તૈયાર કરવાના કામમાં સંકળાયેલા એક અધિકારીએ જણાવ્યું હતું કે આ પ્રાથમીક ડ્રાફટ છે, અને એમાં સુધારાવધારા કરાશે પણ એમાં સરકાર કયા ક્ષેત્રો પર ધ્યાન આપવા માંગે છે તેનો ઉલ્લેખ છે. સરકાર કૃષિ અને સંલગ્ન પ્રવૃતિઓ પર ધ્યાન આપવા આયોજન કરી રહી છે ત્યારે બજારમાં ઠલવાયેલી મગફળી અને બટાટા સરકારની ચિંતાનો વિષય બન્યા છે. ઈન્ડીયન ઓઈલસીડ એન્ડ પ્રોડયુસ એકસપોર્ટ પ્રમોશન કાઉન્સીલના અંદાજ મુજબ ગુજરાતમાં 2017-18માં ઈતિહાસમાં સૌથી વધુ 32 લાખ ટન મગફળીનું ઉત્પાદન થયું છે. આથી વિજય રૂપાણી સરકાર સામે નવી મુશ્કેલી ઉભી થઈ છે. તાજેતરની ચૂંટણીઓમાં ખેડુતોને મગફળી અને કપાસના લઘુતમ ટેકાના ભાવ મુખ્ય મુદો બન્યો હતો. રાજય સરકારે ટેકાના ભાવે 6.77 લાખ ટન મગફળી ખરીદી છે, તેમ છતાં વધુ ઉત્પાદનનાં કારણે ખેડુતોને ખુલ્લા બજારમાં ઓછા ભાવે માલ વેચવા ફરજ પડી છે. જાણકારોના મતે સરકાર ફકત કવોલિટી માલ ખરીદી રહી હોવાથી ભાવ પર વધુ દબાણ આવશે. બીજી બાજુ, ઓઈલ મિલર્સ, ઓઈલસીડ એકસપેલર્સ અને નિકાસકારો તેલ અને તેલની ધાર જોઈ રહ્યા છે. તેમને નફાકારક ધંધા માટે 20 કિલોનાં 800 રૂપિયાનો ભાવ વાજબી લાગે છે. સરકાર 900 રૂપિયાના ભાવે મગફળી ખરીદ કરી શકે છે. મગફળી ઉપરાંત બટાટા ખેડુતો સાથે સરકાર માટે માથાનો દુ:ખાવો બન્યા છે. ઉતર ગુજરાતમાં બટાટા ઉત્પાદકો પશુઓને એ ખવડાવી રહ્યા છે. ભાવ વીસ કિલોના રૂા.બે થી છ સુધી ઘટી ગયા છે. નવો માલ 17 જાન્યુઆરીથી બજારમાં આવે તેવી શકયતા છે, ત્યારે ખેડુતો જૂનો માલ પાણીના ભાવે વેચી રહ્યા છે.
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગુજરાતમાં આંતરિક વિમાની સેવા માટે વધુ એક પ્રયાસ