Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

નર્મદા યોજનાને સતત રોકવાનું પાપ કોંગ્રેસે કર્યું છે- ભાજપ

નર્મદા યોજનાને સતત રોકવાનું પાપ કોંગ્રેસે કર્યું છે- ભાજપ
, સોમવાર, 4 સપ્ટેમ્બર 2017 (16:09 IST)
ભાજપના પ્રદેશ પ્રવક્તા  ભરત પંડ્યાએ જણાવ્યું હતું કે કોંગ્રેસના  રાહુલ ગાંધી માત્ર ને માત્ર ગુજરાત ને અને ગુજરાતીઓને ટાર્ગેટ કરી, જુદી જુદી જાતના તરકટ રચી, નાટક કરી અત્યારે ચૂંટણી ટાણે બદનામ કરવા માટે આવે છે, માટે ગાંધી ને અનુરોધ છે કે ભાજપ સરકાર કે ભાજપ સામે ખોટા અને પાયાવિહોણા આક્ષેપો ના કરે અને શાણા- સમજુ ગુજરાતીઓને ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન ન કરે તેમ પંડ્યાએ જણાવ્યું હતું. પંડ્યાએ વધુમાં જણાવ્યું હતું કે કોંગ્રેસે હંમેશા ગુજરાતને અન્યાય જ કર્યો છે, ભૂતકાળમાં ગુજરાતની તમામ પ્રકારની યોજનાઓ પર કાપ મૂકીને ગુજરાતને મળનારા અધિકારોનું હનન કરવાનું મહાપાપ  કોંગ્રેસે કર્યું હતું. ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા યોજનાને અટકાવવા તેમજ નર્મદા વિરોધી મેઘા પાટકર ટોળકીને ટેકો આપવાનું પાપ કોંગ્રેસે કર્યું હતું,

તે સમયે ગાંધી પરિવાર કે કોંગ્રેસને ગુજરાત યાદ કેમ ના આવ્યું તે ગુજરાતની જનતા શ્રી ગાંધીને પૂછવા માંગે છે. તે સમયે કેમ ગુજરાત અને ગુજરાતીઓની ઉપેક્ષા કરાઈ હતી અને અત્યારે ચૂંટણી ટાણે કેમ આંટા ફેરા કરો છો તે ગુજરાતની જનતા પૂછે છે, તેનો જવાબ રાહુલ ગાંધી આપે. પંડ્યાએ જણાવ્યું હતું કે gst ના સંદર્ભ માં કોંગ્રેસ બે મોઢાની વાત કરે છે, એક તરફ એમ કહે છે કે gst અમે મૂકેલું અને અત્યારે જ્યારે વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદીની નેતૃત્વ વાળી કેન્દ્ર સરકારે કોંગ્રેસ સહિત તમામ રાજ્ય સરકારો સાથે અને તમામ રાજ્યોના નાણાં મંત્રીઓની gst કાઉન્સીલમાં સર્વ સહમતીથી gst નો નિર્ણય લેવાયો છે ત્યારે હવે gst ને આવકારવાને બદલે તેનો શા  માટે  વિરોધ કરીને વ્યાપારીઓ તેમજ પ્રજાજનોને ગેરમાર્ગે દોરી કેમ ઉશ્કેરે છે તે સમજાતું નથી. કોંગ્રેસ ની માનસિકતા હંમેશા ગુજરાત તેમજ ગુજરાતીઓ વિરોધી જ રહી છે. જવાહર લાલ નહેરુ અને શ્રી ઇન્દિરા ગાંધીને તેમની હયાતીમાં ભારત-રત્ન આપવામાં આવ્યું,  રાજીવ ગાંધીને મત્યુ ના માત્ર ૪૫ દિવસ માં ભારત-રત્ન આપવામાં આવ્યું જ્યારે ગુજરાતના સપૂત લોખંડી પુરુષ  સરદારને કેમ ૪૧ વરસ પછી અને તે પણ અટલ બિહારી બાજપેઈજી ની દરમિયાનગીરી ના કારણે ભારત- રત્ન આપ્યું અને એટલુંજ નહીં પણ આપણા બંધારણના ઘડવૈયા  બાબા સાહેબ ને પણ ભારત-રત્ન આપવામાં વિલંબ કેમ કર્યો તે  ગાંધી ગુજરાતની જનતાને જણાવતા જાયે તેવો અનુરોધ છે તેમ શ્રી પંડ્યાએ જણાવ્યું હતું.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Jio ને ટક્કર આપવા એયરટેલે ઉતાર્યા 5 રૂપિયાથી 399 રૂપિયા સુધીના પ્લાન....