Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

1990થી કર્ણાવતી માટે ભાજપના ધમપછાડા, હેરિટેજ સિટી અમદાવાદને ‘કર્ણાવતી’ નામ મળશે?

1990થી કર્ણાવતી માટે ભાજપના ધમપછાડા, હેરિટેજ સિટી અમદાવાદને ‘કર્ણાવતી’ નામ મળશે?
, સોમવાર, 10 જુલાઈ 2017 (15:57 IST)
ભારતના એક માત્ર શહેર અમદાવાદને યુનેસ્કોએ વર્લ્ડ હેરિટેજ સિટીનો દરજ્જો આપતાં સ્માર્ટ મેગા સિટી તરીકે ઉભરી રહેલા મહાનગરને એક નવું સ્થાન મળ્યું છે. 600 વર્ષ જૂના આ શહેરને વર્લ્ડ હેરિટેજ સિટીનો દરજ્જો મળ્યો છે ત્યારે હવે વર્ષોથી અમદાવાદને ‘કર્ણાવતી’ નગર તરીકે ઓળખતો ભાજપ આ નામકરણ કરાવી શકશે? હવે કેન્દ્રમાં વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદી જ છે, તેઓ જ મુખ્યપ્રધાન હતા ત્યારે 2001માં તેમણે જ નામકરણ માટે દરખાસ્ત કેન્દ્રમાં વાજપેયી સરકારને મોકલી હતી.

એમના જ પ્રયત્નોથી વર્લ્ડ હેરિટેજ સિટીનો દરજ્જો મળ્યો છે તો શું હવે ભાજપ તેની વર્ષો જૂની માગણીને હજુ સુધી કેમ સંતોષી શકી નથી એવો  પ્રશ્નાર્થ ખુદ ભાજપના  સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ ઊભો કર્યો છે. રવિવારે વડોદરામાં ભારત વિકાસ પરિષદના કાર્યક્રમમાં આવેલા સાંસદ સ્વામીએ પોતાની માગણીનો પુનરોચ્ચાર કર્યો હતો. સ્વામીએ ટોણો મારતા કહ્યું કે, ‘અમદાવાદનું નામ ‘કર્ણાવતી’ થવું જ જોઇએ. નરેન્દ્ર મોદી મુખ્યપ્રધાન હતા ત્યારે તેમણે કેન્દ્રને આ મુદ્દે દરખાસ્ત કરી હતી. એ વખતે એવું કહેતા કે કેન્દ્ર મંજૂરી આપતું નથી. હવે તેઓ ખુદ કેન્દ્રમાં છે તો પછી વિલંબ શા માટે?  સ્વામીએ આ વાતને  ટ્વિટર પર મુકી છે ‘અમદાવાદ વર્લ્ડ હેરિટેજ સિટી ત્યારે જ કહેવાય જ્યારે એનું નામ કર્ણાવતી થાય’.  સ્વામીએ ટ્વિટ કર્યું હતું કે, ‘હું માનું છે કે અમદાવાદનું નામ કર્ણાવતી, ઔરંગઝેબ માર્ગનું નામ દારા શિકોહ, અલાહાબાદનું નામ પ્રયાગ કરવાનું હવે સરળ બનશે.’ પણ મોદીના વડપણ હેઠળની એનડીએ સરકારે કેન્દ્ર સમક્ષ પડેલી દરખાસ્તો પૈકી કર્ણાટકના બેંગ્લોર શહેરને બેંગલુરુ કરવાની દરખાસ્ત જ મંજૂર કરી છે. પરંતુ ગુજરાતમાંથી અમદાવાદ ભાજપ કે સરકાર કોઇએ કર્ણાવતી નામકરણ માટે કોઇ પ્રયત્નો જ કર્યા નહીં. હવે વર્લ્ડ હેરિટેજ સિટીનો દરજ્જો પ્રાપ્ત થતાં નવેસરથી નામકરણને લઇને ચર્ચા શરૂ થઇ છે. કેન્દ્ર, ગુજરાત, અમદાવાદમાં એક જ પક્ષનું શાસન હોવા છતાં ખુદ ભાજપ પોતાની વર્ષો જૂની લાગણી અને માગણી અંગે ખોંખારીને કંઇ બોલી શકતો નથી

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

GIR VIDEO : ગિર સોમનાથના વનવિભાગે 80 ફુટ ઊંડા કુવામાથી કાઢ્યુ વાઘનુ બચ્ચું