દાર્જિલિંગમાં છેલ્લા બારેક દિવસથી અલગ ગોરખાલેન્ડની માંગ બાબતે વકરેલા આંદોલનથી ટુરિઝમ ઉદ્યોગને અસર પહોંચી છે. ગુજરાતી ટુર ઓપરેટરોએ તો દાર્જિલિંગના ટુર પેકેજો રદ કરી દીધાં છે. ટુર ઓપરેટરોનું કહેવું છેકે, જે ગુજરાતીઓ દાર્જિલિંગની ટુર પર ગયાં છે તેઓ ગેંગટોક, પેલિગ રોકાવવા માંડયા છે. આ સ્થળોએ એક રાત્રિનું રોકાણ વધારવુ પડયુ હતું .
દાર્જિલિંગમાં સાઇટસીન વિના પરત ફરવુ પડયુ છે. હાલ પુરતુ દાર્જિલિંગ જોઈ શકાય તેવી સ્થિતી નથી પરિણામે ટુર પેકેજો જ રદ કરી દેવાયાં છે. જેમના બુકિંગ હતાં તેમના હોટલ બુકિંગ અને એર ટિકિટો કેન્સલ કરી દેવાઇ છે. પ્રવાસની મજા માણ્યા વિના જ લોકોને આર્થિક નુકશાન ભોગવવાનો વારો આવ્યો હતો. ટુર ઓપરેટરોએ ટુરિસ્ટોને રિફંડ આપવુ પડયું છે. હવે પરિસ્થિતી થાળે પડે પછી જ દાર્જિલિંગ આંદોલનને લીધે ટુર ઓપરેટરોને આર્થિક નુકશાન ભોગવવુ પડયું છે. અંદાજે ત્રણક હજાર ગુજરાતીઓએ આંદોલનને કારણે જ દાર્જિલિંગ જવાનું માંડી વાળ્યુ છે. જોકેેે, ઘણાં એ અન્ય ટુર પેકેજની પસંદગી કરવી પડી છે.