Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Virat Kohli પર નારાજ ગાવસ્કર બોલ્યા - જેને કોચથી પ્રોબ્લેમ હોય તે ટીમ છોડી દે

Virat Kohli પર નારાજ ગાવસ્કર બોલ્યા - જેને કોચથી પ્રોબ્લેમ હોય તે ટીમ છોડી દે
, ગુરુવાર, 22 જૂન 2017 (11:10 IST)
ટીમ ઈંડિયાના કપ્તાન વિરાટ કોહલી વર્તમાન દિવસોમાં નિશાના પર છે.  ફેંસના તેમને હટાવીને મહેન્દ્દ્ર સિંહ ધોનીને ફરીથી કપ્તાન બનાવવાની વાત કરી છે.  તો બીજી બાજુ દિગ્ગજ ખેલાડીઓએ પણ વિરાટને આડે હાથે લીધા છે. ઉલ્લેખનીય છે કે જ્યારથી અનિલ કુંબલે એ  ટીમ ઈંડિયાને કોચ પદ પરથી રાજીનામુ આપી દીધુ છે. ત્યારથી જ વિરાટ અનેક લોકોના નજરમાં વિલન બની ગયા છે. 
 
કુંબલેએ સોશિયલ મીડિયા પર સ્ટેટમેંટ રજુ કરતા કહ્યુ હતુ કે વિરાટને તેમના કામ કરવાનો તરીકો પસંદ નથી. આ મામલે પૂર્વ ક્રિકેટર સુનીલ ગાવસ્કરે પણ વિરાટને ખૂબ ખરી-ખોટી સંભળાવી છે. તેમણે કહ્યુ કે કોઈપણ ક્રિકેટ સલાહકાર સમિતિની જરૂર જ શુ છે... વિરાટ પોતે જ ટીમ ઈંડિયા માટે કોચની પસંદગી કરી લે. 
 
ઉલ્લેખનીય છે કે ક્રિકેટ સલાહકાર સમિતિમાં સચિન તેંદુલકર સૌરવ ગાંગૂલી અને વીવીસ લક્ષ્મણનો સમાવેશ છે. ગાવસ્કર વિરાટથી ખૂબ નારાજ છે.  તેમને એક ન્યૂઝ ચેનલને કહ્યુ, 'ટીમના ખેલાડી અને કપ્તાનની પસંદથી જ કોચ રાખવામાં આવે છે. તો પછી સીએસીની જરૂર શુ છે.  વેસ્ટઈંડિઝમાં વર્તમન ટીમ ઈંડિયાના ખેલાડીઓ અને કપ્તાનને જ પૂછીને કોચ મુકવામાં આવે. તેના દ્વારા સૌનો સમય પણ બચશે. 
 
ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલક સમયથી વિરાટ અને કુંબલે વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. ચેમ્પિયન ટ્રોફી ખતમ થવાની સાથે જ કુંબલેનો કોચ પદ માટેનો કૉન્ટ્રેક્ટ પણ ખતમ થઈ ગયો હતો.  પહેલા તેમને વેસ્ટઈંડિઝ પ્રવાસ સુધીની જવાબદારી સોંપવામાં આવી હતી. પણ પાકિસ્તાન વિરુદ્ધ ફાઈનલ મેચમાં મળેલી હાર પછી કોચ અને કપ્તાન વચ્ચેનું અંતર વધી ગયુ. વિરાટે બીસીસીઆઈ ઉપરાંત મોટા અધિકારીઓ સાથે મુલાકાત કરીને કહ્યુ કે ટીમ અને તેઓ કુંબલે સાથે કામ કરવા માંગતા નથી.  
જ્યાર પછી કુંબલેએ પોતાના પદ પરથી રાજીનામુ આપી દીધુ.  ઉલ્લેખનીય છે કે કુંબલીની પસંદગી સીએસી એ જ કરી હતી. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

જમ્મુ કાશ્મીરમાં સેનાને મળી મોટી સફળતા, 24 કલાકમાં લશ્કરના 5 આતંકી ઠાર