Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

મહારાષ્ટ્રમાં ચાલતા કૂટણખાનામાંથી પોલીસ રેડ દરમિયાન ગુજરાતી ગ્રાહકો ઝડપાયા

મહારાષ્ટ્રમાં ચાલતા કૂટણખાનામાંથી પોલીસ રેડ દરમિયાન ગુજરાતી ગ્રાહકો ઝડપાયા
, શુક્રવાર, 5 મે 2017 (17:28 IST)
મહારાષ્ટ્રના શહાદા શહેરમાં શાકભાજી માર્કેટ નજીક આવેલ રેડ એલર્ટ વિસ્તારમાં નંદુરબાર પોલીસે રેડ કરી હતી. જેમાં દેહ વેપાર કરનાર 17 યુવતીઓ સહીત એક ડઝન ગ્રાહકોની ધરપકડ કરતા ચકચાર મચી ગઈ હતી. પકડાયેલા પુરૂષો ગુજરાત અને મહારાષ્ટ્રના હોવાનું જાણવા મળી રહ્યું છે. પોલીસ સુત્રોએ જણાવ્યા પ્રમાણે ગુરૂવારની રાત્રીના 9 વાગ્યા આસપાસ રેડ કરતા 8 જેટલી પીડિત યુવતીઓ અને એક એક પુરૂષ કઢંગી રીતે મળી આવ્યા હતાં.

પોલીસે રેડ કરતા ટોટલ 49 હજાર રૂપિયાનો મુદ્દામાલ  અને 6 મોબાઇલ જપ્ત કર્યા હતાં. કાર્યવાહી દરમિયાન રાત્રે બસ સ્ટેન્ડ નજીક આવેલ વિસ્તાર લોકોની મોટી ભીડ ઉમટી હતી. ઉત્તર મહારાષ્ટ્રના જલગાંવ જિલ્લાના ભુસાવલ, ધુલિયાના શિરપૂર, નંદુરબાર વિસ્તારમાં દેહવેપાર વ્યવસાય પર પ્રતિબંધ મુકાતા શહાદામાં વ્યવસાય ચાલુ થયો હતો. શહાદામા દેહ વેપાર માટે મધ્યપ્રદેશ, ગુજરાતના ગ્રાહકોની મોટી સંખ્યા રહે છે. શહાદામાં સાગરી યુવતીઓને જબરદસ્તીથી દેહ વ્યવસાયમાં ધકેલવામાં આવે છે. જે કામ દલાલ દ્વારા કરવામાં આવે છે. દેહ વ્યવસાયની જાણકારી પોલીસને મળતા નંદુરબાર એ.પી. રાજેન્દ્ર ડહાડે માર્ગદર્શન હેઠળ એડીશનલ એ.પી. પ્રશાંત વાઘુંર્ડે ટીમે અને શહાદા પોલીસે રાત્રીના સમયે અચાનક રેડ કરતા ચકચાર ફેલાઇ ગઇ છે. બીજી તરફી યુવતીઓ અને પકડાયેલા પુરૂષોને મેડિકલ પરીક્ષણ માટે શહાદા સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.ગત વર્ષે શહાદાના પોલીસે શાકભાજી માર્કેટ નજીક દેહવેપાર કરનાર 70 યુવતીઓને ઝડપી પાડી હતી. 15-20 રૂમમાંથી 70 યુવતી સહીત 25 ગ્રાહકોની ધરપકડ કરી હતી. દેહવેચાણ વ્યવસાય કરનાર યુવતીઓની ઉમર 16 થી 30 સુધી હતી. ગ્રાહકોની ઉમ્ર 18 થી 55 સુધી હતી. યુવતી સહીત ગ્રાહક ઉપર પોટા અંતર્ગત ગુનો દાખલ કર્યો હતો.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

દેશના સૈનિકો માટે આ ગુજરાતીએ પૂરા એક કરોડ રૂપિયાનું કર્યું દાન