Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

દેશના સૈનિકો માટે આ ગુજરાતીએ પૂરા એક કરોડ રૂપિયાનું કર્યું દાન

દેશના સૈનિકો માટે આ ગુજરાતીએ પૂરા એક કરોડ રૂપિયાનું કર્યું દાન
, શુક્રવાર, 5 મે 2017 (17:21 IST)
સ્ટેટ બેન્ક ઓફ સૌરાષ્ટ્ર કર્મચારી પરિવાર અને સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાની ભાવનગર સ્થિત વિભાગીય કચેરીના સંયુક્ત ઉપક્રમે એસબીઆઇની નિલમબાગ ચોકમાં આવેલી ઝોનલ ઓફિસમાં કલેકટર હર્ષદભાઇ પટેલને નેશનલ ડિફેન્સ ફંડમાં રૂા.1.2 કરોડની દાનની રકમનો ચેક અર્પણ કરવાનો કાર્યક્રમ યોજાઇ ગયો અવસરે એસબીએસના મુરબ્બી જનાદર્નભાઇ ભટ્ટ, એસબીઆઇના જી.એમ.રમેશકુમાર અગ્રવાલ, ડીજીએમ અશોકકુમાર, અધિકારીઓ અને એસબીએસ કર્મચારી પરિવારના સભ્યો તથા આમંત્રિતો ઉપસ્થિત રહ્યાં હતા.

કાર્યક્રમમાં જનાર્દનભાઇ દવેએ સ્ટેટ બેન્ક ઓફ સૌરાષ્ટ્રની પ્રવૃતિઓ વિષે વિગતવાર માહિતી આપી હતી. તેમના પત્ની પદ્માબહેનના હસ્તે નેશનલ ડિફેન્સ ફંડમાં દાનમાં આપવાની રૂા.1 કરોડની રકમનો ચેક કલેકટરને અર્પણ કરાયો હતો. અવસરે કલેક્ટર હર્ષદભાઇ પટેલે જણાવ્યું હતુ કે નેશનલ ડિફેન્સ ફંડમાં કોઇ એક સંસ્થા રૂા.1 કરોડ જેવી મોટી રકમનું દાન આપે તે વિરલ ઘટના છે. ઉમદા યોગદાન માટે સ્ટેટ બેનક ઓફ સૌરાષ્ટ્ર કર્મચારી પરિવાર અભિનંદનને પાત્ર છે. અંગત રીતે હું પણ ગૌરવ અનુભવું છે. એસબીઆઇ કર્મચારી પરિવારની સામાજિક સેવાકીય પ્રવૃતિઓને પણ બિરદાવી હતી.  સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાના જી.એમ.રમેશકુમાર અગ્રવાલે પણ એસબીઆઇ કર્મચારી પરિવારની સરાહના કરી હતી. રૂા. 1કરોડનું દાન અપાયું તે બદલ પોતે પણ ગૌરવ અનુભવતા હોવાનું જણાવી સેવાકીય પ્રવૃતિઓના પ્રણેતા જનાર્દનભાઇનો ખાસ આભાર માન્યો હતો. નિમેષભાઇ ત્રિવેદીએ પણ આર્મી વેલ્ફેર ફંડમાં રૂા.25 હજારનું યોગદાન આપ્યું હતુ. પ્રસંગે એસબીઆઇના અશોક મહાકુલ, એચ.બી.ત્રિવેદી, નિવૃત અધિકારી અશોક પંડ્યા વિ. ઉપસ્થિત રહ્યાં હતા.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

નિર્ભયાને મળ્યો ન્યાય - બળાત્કારીઓને થશે ફાંસી, SCએ કહ્યુ, બર્બરતા માટે માફી નહી