Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

સિવિલમાં બીજા દિવસે પણ હડતાલ યથાવત, દર્દીઓના પરિવારજનો દ્વારા રોડ બ્લોક કરાયો

સિવિલમાં બીજા દિવસે પણ હડતાલ યથાવત, દર્દીઓના પરિવારજનો દ્વારા રોડ બ્લોક કરાયો
, શુક્રવાર, 7 એપ્રિલ 2017 (14:44 IST)
સિવિલ હોસ્પિટલના કેન્સર વિભાગમાં ઉત્તરપ્રદેશના ડોકટર પર મધ્યપ્રદેશના દર્દીના સગાઓએ છરી વડે હુમલો કર્યો હતો. તુમ સારવાર અચ્છી નહીં કરતે હો તુમકો ગીરાના પડેગા તેમ કહી હુમલો કર્યો હતો. જેમા ડોકટર અને સિક્યુરિટી ગાર્ડને સામાન્ય ઇજા થઇ હતી. આ મામલે 150થી વધુ તબીબો અને નર્સીંગ સ્ટાફ ગુરૂવાર એટલે ગઈકાલથી હડતાલ પર ઉતરી ગયા હતાં અને આજે પણ હડતાલ યથાવત જ છે. આ હડતાલમાં વર્ગ4ના કર્મચારીઓ પણ જોડાયા છે. આ હડતાલને કારણે 500થી વધુ દર્દીઓની હાલત કફોડી બનતાં પરિવારજનો દ્વારા હોસ્પિટલમાં હોબાળો મચાવ્યો છે. દર્દીઓના પરિવારજનોએ ડોક્ટરની હડતાલમાં વિરોધ નોંધાવીને અસારવા ચામુંડા રોડ બ્લોક કરી દીધા છે. આ ઉપરાંત બીજા શહેરથી આવેલા દર્દીઓ પણ રઝળી પડ્યાં થઈ રહ્યાં છે.

બુધવારે રાત્રીના આઠ વાગ્યાથી ડો. અશોક રાજનારાયણ સિંગ કેન્સર વિભાગમા સીએમઓ તરીકે ફરજ પર હાજર હતા. મધ્યપ્રદેશ ઉજૈનની ૫૦ વર્ષીય લક્ષ્મીબહેન જયસ્વાલ રાત્રીના ૧૨.૩૦ વાગ્યે સારવાર માટે તેના સબંધીઓ સાથે આવી હતી. ડોકટરે દર્દીને સારવાર માટે ખસેડીને સારવાર ચાલુ કરી હતી. દરમિયાનમાં મહિલાની સારવાર ચાલતી હતી ત્યારે એક લક્ષ્મીબહેનના સગાએ સારવારનુ વીડિયો રેકોડિંગ કરવાનુ શરુ કર્યું હતુ. સીએમઓએ સિક્યુરિટી ગાર્ડ તરુણને બોલાવી દર્દીના સગાઓને બહાર કાઠવા સૂચના આપતા સિક્યુરિટી ગાર્ડ સાથે ઝપાઝપી કરી હતી. સિક્યુરિટી ગાર્ડ સાથે દર્દીઓના સગાએ ઝપાઝપી કરતા ડોકટર અને ર્નિંસગનો સ્ટાફ દોડી આવ્યો હતો. દરમિયાનાં બંટી નામનો યુવક આવ્યો અને તેની પાસેથી છરી કાઢીને તેણે ડોકટરને કહ્યું કે, તુમ સારવાર અચ્છી નહીં કરતે હો તુમકો ગીરાના પડેગા તેમ કહી હુમલો કર્યો હતો. દરમિયાનમાં હોસ્પિટલના અન્ય ડોક્ટર અને વધુ સ્ટાફ દોડી આવતા હુમલાખોર ભાગી ગયા હતા. શાહીબાગ પોલીસે ગોરધન જયસ્વાલ, અરવિંદ શેખાવત અને અખિલેશ ઉર્ફે બંટી પાંડે ત્રણે રહે. ચમનપુરાની ધરપકડ કરી છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

આત્મહત્યા કરવા પ્રેરાયેલી પત્રકારને વલસાડના પોલીસ અધિકારીની સતર્કતાએ બચાવી લીધી