Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

અમદાવાદની 100થી વધુ મહિલાઓ સાઉદી અરેબિયામાં ગુલામની સ્થિતિમાં જીવે છે ?

અમદાવાદની 100થી વધુ મહિલાઓ સાઉદી અરેબિયામાં ગુલામની સ્થિતિમાં જીવે છે ?
, શનિવાર, 18 માર્ચ 2017 (14:56 IST)
સાઉદી અરેબિયામાં નોકરી કરવાની લાલચ આપીને શહેરની કેટલીક યુવતીઓ પાસે દેહ વ્યાપાર કરાવવાની ફરજ પાડવામાં આવતી હોવાનો ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. થોડાક સમય પહેલા શાહપુર વિસ્તારમાં રહેતી નૂરજહાં નામની યુવતી સાઉદી અરેબિયામાં હવસખોરોની ચુંગાલમાંથી છૂટીને પરત આવી હતી અને 100 કરતાં વધુ યુવતીઓ સાઉદી અરેબિયામાં ફસાઇ હોવાની રજુઆત મહિલા પોલીસ સ્ટેશનમાં કરી હતી. મહિલા પોલીસે હાલ એક યુવતીને પરત લાવવા માટે ચક્રો ગતિમાન કર્યાં છે.

શાહપુર વિસ્તારમાં રહેતી અને મૂળ ધોળકાની 40 વર્ષિય હીના (નામ બદલેલ છે)ને બ્યુટીપાર્લરનું કામ કરવા માટે સાઉદી અરેબિયા જવાનું હોવાથી ત્રણેક મહિના પહેલાં જુહાપુરાની રિહાનાબાનું નામની એજન્ટનો સંપર્ક કર્યો હતો. રિહાનાબાનુએ મુંબઇનાં ડોંગરીમાં રહેતા અને સાઉદી અરેબિયા નોકરી માટે મોકલતા એજન્ટ ફારુક અને મકસુદને વાત કરી હતી. એજન્ટોએ અઢી લાખ લઇ તારીખ 13મી જાન્યુઆરીના રોજ હીનાને સાઉદી અરેબિયા મોકલી આપી હતી

સાઉદી અરેબિયામાં આવો જ અત્યાચાર ગુજારાતાં અમદાવાદ આવેલી નૂરજહાં અસદ ભાટિયા હીનાને પરત લાવવા માટે લડત આપી રહી છે. મુંબઇના ભાઇખલા પાસે આવેલા મઝન ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સના માલિક નિસારભાઇનો સાઉદી અરેબિયામાં નોકરી કરી આપવા માટેનું જણાવીને અઢી વર્ષ પહેલાં નૂરજહાં તથા અસદને સાઉદી અરેબિયામાં મોકલી દીધાં હતાં. સાઉદી અરેબિયા પહોંચતાની સાથે જ અસદને રિયાધ ખાતે રાખવામાં આવેલા હતા. જ્યારે નૂરજહાંને રિયાદથી 1200 કિલોમીટર દૂર દમામ ખાતે લઇ ગયા હતા.
જ્યાં એજન્ટ નજમાએ હીના બ્યુટીપાર્લરના સંચાલક મરિયમ, ઝારા, અને ફાતમાનો સંપર્ક કરાવ્યો હતો. નૂરજહાં પાસે બ્યુટીપાર્લરમાં કામ કરવા માટે એગ્રીમેન્ટ કરાવ્યો અને પછી નૂરજહાંને દેહ વ્યાપાર કરવાનું કહ્યું હતું. નૂરજહાં સાથે હૈદરાબાદની સના સુલતાના તથા તેની બહેનને પણ દેહવેપાર કરવાનું કહ્યુ હતું. તેમણે ઇન્કાર કર્યો હતો. નૂરજહાં પણ 6 મહિના દમામની જેલમાં બંધ હતી.
મહિલા પોલીસ સ્ટેશનના એસીપી પન્ના મોમાયાએ મુંબઇના એજન્ટ સાથે હીનાને પરત લાવવા માટેની વાત કરી હતી. જેમાં એજન્ટ ફારુક અને મકસુદે હીનાની સાઉદી અરેબિયાથી મુંબઇ તેમજ મુંબઇથી અમદાવાદની એર ટિકિટ કરાવી હતી. તારીખ 16 મી માર્ચના રોજ મહિલા પોલીસ તેમજ હીનાના પરિવારજનો એરપોર્ટ પર રાહ જોઇ રહ્યા હતા પરંતુ કોઇ ના આવ્યું. ત્યાર બાદ તપાસ કરતાં જાણવા મળ્યું કે એજન્ટોએ ટિકિટ બુક કરાવ્યાની પાંચ મિનિટ પછી કેન્સલ કરાવી દીધી હતી. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર હીના પરત અમદાવાદ આવે તે માટે નોકરી પર રાખનાર સ્થાનિક રહીશે એજન્ટને આપેલા 20 હજાર રિયાલ પરત માગ્યા હતા, નહીં તો અન્ય કોઇ  યુવતીને મોકલી આપવાની વાત કરી છે. જ્યાં સુધી એજન્ટ સ્થાનિકને રૂપિયા પરત નહીં આપે ત્યાં સુધી હીના અમદાવાદ આવી શકશે નહીં.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

મધરાતે વડોદરામાં 12 ફૂટના મગરે રહેણાંક વિસ્તારમાં લટાર મારી