Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ભાવનગર પાસે ટેકનિકલ ખામીને કારણે વાયુસેનાના હેલિકોપ્ટરનું ખેતરમાં ઈમરજન્સી લેન્ડિંગ

ભાવનગર પાસે  ટેકનિકલ ખામીને કારણે વાયુસેનાના હેલિકોપ્ટરનું ખેતરમાં ઈમરજન્સી લેન્ડિંગ
, મંગળવાર, 6 ઑગસ્ટ 2019 (13:14 IST)
ભારતીય વાયુ સેનાના સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડના હેલિકોપ્ટરમાં ટેકનિક ખામી સર્જાતા ભાવનગર પાસેના ખેતરમાં ઈમરજન્સી લેન્ડીંગ કરવું પડ્યું હતું. આ હેલિકોપ્ટર સુરતથી જામનગર તરફ જઈ રહ્યું હતું. તે દરમિયાન ટેકનિકલ ખામી સર્જાતા ખેતરમાં જ ઈમરજનસી લેન્ડીંગ કરવું પડ્યું હતું. હેલિકોપ્ટરમાં રહેલા ક્રુ મેમ્બર સુરક્ષિત હોવાનું જાણવા મળી રહ્યું છે. ગામના ખેતરમાં હેલિકોપ્ટરનું ઈમરજન્સી લેન્ડીંગ થતાં ખેડૂતોમાં કૂતુહલ સર્જાયું છે. સુરતની કટોકટીની કામગીરી માટે કાર્યરત એરફોર્સનાં હેલિકોપ્ટરને કુકડ ગામ, ઘોઘા, ભાવનગર નજીક જવું પડ્યું હતું. તમામ ઓન-બોર્ડ સલામત છે. કોઈ તબીબી સહાયની જરૂર નથી. વહીવટી સહાય અને તેમની સલામતી માટે પોલીસ અને મામલતદાર સ્થળ પર પહોંચ્યા છે. સરપંચ પહેલાથી જ સ્થળ પરછે. હેલિકોપ્ટરમાં સવાર 9 લોકો સુરતથી જામનગર જઈ રહ્યાં હતાં. વહિવટી તંત્રએ ફ્લાઇટ લેફ્ટનન્ટ નીતીશનો સંપર્ક કરી વિગતો મેળવી હતી.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

જમ્મુ કાશ્મીરમાં 370ની તલાક થતાં કચ્છ સરહદ સામે પાકિસ્તાની મરિનની ગતિવિધી વધી